Connect with us

ક્રાઇમ

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, આરોપીઓ ભાગવા જતા પોલીસે કર્યું હતું ફાયરિંગ

Published

on

સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપીનું આજે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. દુષ્કર્મ કેસના બન્ને આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી આરોપી શિવ શંકરનું મોત થયું છે.

આ ઘટનાની મળતી વિગતો અનુસાર આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેથી તેના તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ થોડી સારવાર મેળ્યા બાદ તેનું મોત થયું હતું.. જ્યારે બાદ બપોરે 03:50 વાગ્યે નવી સિવિલના ડોક્ટરોએ શિવ શંકરને મૃત જાહેર કર્યો હતો.

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે આઠમી ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ તપાસ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ બે આરોપીને દબોચી લેવાયા છે, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે.

ક્રાઇમ

CGSTના સુપરિન્ટેન્ડેન્ટ અને ઈન્સ્પેક્ટર રૂા.1.25 લાખની લાંચ લેતા પકડાયા

Published

on

By


અમદાવાદના સેન્ટ્રલ જીએસટીના સુપ્રીટેન્ડેન્ટ, ઈન્સ્પેક્ટર અને એક વચેટિયાને એસીબીએ રૂા. 1.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપીલીધા હતાં. સોની વેપારીની પેઢીમાં ઓડીટ બાદ રૂા. 35 લાખ દંડની નોટીસ કાઢવામાં આવી હતી. જે પેટે રૂા. 27000નું ચલણ દંડ પેટે ભરાવ્યા બાદ બાકીની રકમમાં સેટલમેન્ટ કરવા માટે રૂા. 1.25 લાખની લાંચ માંગી હતી. અમદાવાદના સી.જી. રોડ ઉપર ઈસ્કોન આર્કેડ પાસે રૂા. 1.25 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપીલીધા બાદ સેન્ટ્રલ જીએસટીના ઓડીટ વિભાગના સુપ્રીન્ટેન્ડન્ટ અને ઈન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી.


રૂા. 1.25 લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીઓમાં સેન્ટ્રલ જીએસટીના સુપ્રીટેન્ડન્ટ મોહમદ રિઝવાન શેખ, ઈન્સ્પેક્ટર કુલદિપ મુલચંદ કુશવાહ અને વચેટિયો ભૌમિક ભરત સોની ઝડપાઈ જતાં સોંપો પડી ગયો હતો. અંબીકા ટચના શોરૂૂમમાં, ગોલ્ડ સુક, ઇસ્કોન આર્કેડ પાસે, સી.જી.રોડ પર લાંચ લેવામાં આવી અને એસીબીએ અહીં જ ટ્રેપ કરી હતી.


ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદીની પેઢી ચલાવે છે. જે પેઢીના જુલાઇ-2017 થી માર્ચ-2023 નાં નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી શેખે નોટીસ આપેલી, જે અન્વયે આરોપી કુલદીપે ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલી અને ઓડીટને લગતા જરૂૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલા, જે કાગળો સાથે ફરીયાદી બંને અધિકારીઓને મળ્યાં હતા.


બંને બાબુઓએ હિસાબોમાં ક્ષતિ કાઢીને દંડ પેટે રૂૂપિયા 35 લાખ ભરવા પાત્ર થાય છે તેમ જણાવીને દમ માર્યો હતો. બાદમાં 27000 રૂૂપિયાનું ચલણ બનાવીને 1 લાખ 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમન એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં ખાનગી વ્યક્તિ લાંચ લેતા એસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયો છે.

Continue Reading

ક્રાઇમ

રૂખડિયાપરામાં પુત્રના મિત્ર સહિત 7 શખ્સોએ આતંક મચાવી કાચની બોટલોના ઘા ર્ક્યા: યુવતીને ઇજા

Published

on

By

પુત્રને આરોપી સાથે જવાની ના પાડતા ડખો: ફરિયાદ કરશો તો રહેવું ભારે પડશે કહી ધમકી આપી: રાયોટિંગનો ગુનો નોંધાયો


શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં પુત્રના મિત્ર સહિત 7 શખ્સોએ આંતક મચાવી મકાન ઉપર કાચની બોટલના ઘા કરતા યુવતીને ઇજા પહોંચી હતી. પુત્રને આરોપી સાથે જવાની ના પાડ્યાનો ખાર રાખી તેના મિત્રો સહિતના શખ્સોએ મોડી રાત્રે ઘરે આવી ધમાલ મચાવી હતી અને પોલીસ ફરિયાદ કરશો તો રહેવું ભારે પડશે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે યુવતીની ફરિયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની ક્લમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં રહેતી આરજુ સલીમભાઇ જસરાયા (ઉ.વ.19) નામની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, અસ્લમ ઉર્ફે સર્કીટ બસીરભાઇ શેખ, ઝહીર મહમદ ઉર્ફે રાજુ સંઘવાની, ઇસુભા ઉર્ફે ઇશોભા રીઝવાન દલ અને ત્રણ અજાણ્યા શખ્સો હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઇકાલે સાંજે પાંચ વાગે તેઓ ઘર પાસે હતા ત્યારે આરોપી સમીર ઉર્ફે ધમો તેનું બાઇક લઇને આવેલો અને યુવતીનો નાનો ભાઇ સમીર અને ધમો બન્ને ઉભા હોય દરમિયાન તેનો ભાઇ સમીર ધમા સાથે બાઇક ઉપર બહાર જતો હતો ત્યારે તેના માતા ફરિદાબેને પુત્રને ધમા સાથે જવાની ના પડતા આરોપી ધમાએ ગાળો આપી ત્યાંથી જતો રહ્યો હતો.


બાદમાં ગત મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં સમીર ઉર્ફે ધમો અન્ય આરોપીઓ સાથે તેના ઘર પાસે શેરીમાં ધસી આવ્યો હતો અને ગાળો બોલતો હતો. સમીરના હાથમાં છરી હતી તેણે પોલીસ ફરિયાદ કરશો તો રૂખડીયાપરામાં રહેવું ભારે પડશે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ફરિયાદી યુવતી અને તેના માતા ઘર બહાર નીકળતા આરોપીઓ કાચની બોટલોના છુટા ઘા કરતા હોય ફરીયાદી યુવતીને કપાળના ભાગે બોટલ વાગતા ઇજા થઇ હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પ્ર.નગર પોલીસે ઇજાગ્રસ્ત યુવતીની ફરિયાદ પરથી આરોપીઓ સામે રાયોટીંગ સહિતની ક્લમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

બામણબોર પાસે 58 હજારના વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા

Published

on

By

બામણબોર પાસે તેમજ કોઠારિયા સોલવન્ટ પાસે પીસીબીની ટીમે બે અલગ અલગ દરોડામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 58 હજારના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે દેશી દારૂ સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.


મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સિધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીની ટીમે બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ રીતે નિકળેલી જીજે 3 ડબલ્યુ 631 નંબરની રિક્ષાને અટકાવી હતી. તલાશી લેતા તેમાંથી બે લીટરની અલગ અલગ વિદેશી દારૂની 32 બોટલ મળી આવી હતી. રૂા. 58,400નો દારૂ અને 40 હજારની રિક્ષા સહિત 98 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ચૂનારાવાડમાં રહેતા જેનીસ રાયધન ચૌહાણ અને રામનાથ પરા મેઈન રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસે રહેતા રાહુલ દેવજી ચાવડાની ધરપકડ કરી હતી.


અન્ય દરોડામાં કોઠારિયા સોલવન્ટ પાસે પીસીબીની ટીમે હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નંબર 1031માં રહેતી સલમાબેન હનિફભાઈ જુનેજાની ત્યાં દરોડો પાડી રૂા. 15 હજારની કિંમતનો 75 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલિયા સાથે પીએસઆઈ એમ.જે. હુણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય7 hours ago

અલવિદા અનમોલ ‘રતન’… રાજકીય સન્માન સાથે થયાં રતન ટાટાના અંતિમ સંસ્કાર

આંતરરાષ્ટ્રીય7 hours ago

IDFએ લેબનોનમાં 500 હિઝબુલ્લાહ લક્ષ્યોને નષ્ટ કર્યા , 150 લડવૈયાઓને મારી નાખ્યા

ક્રાઇમ7 hours ago

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, આરોપીઓ ભાગવા જતા પોલીસે કર્યું હતું ફાયરિંગ

ગુજરાત7 hours ago

લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત

ગુજરાત7 hours ago

રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો

ક્રાઇમ7 hours ago

CGSTના સુપરિન્ટેન્ડેન્ટ અને ઈન્સ્પેક્ટર રૂા.1.25 લાખની લાંચ લેતા પકડાયા

રાષ્ટ્રીય7 hours ago

ચાર-ચાર વાર પ્રેમ થયો છતાં પણ આજીવન કુંવારા રહ્યા રતન ટાટા

રાષ્ટ્રીય7 hours ago

રતન ટાટા દરેક નિર્ણયમાં યુવાન શાંતનુ નાયડુની સલાહ લેતા હતા

રાષ્ટ્રીય8 hours ago

આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, એક પણ આતંકવાદી બચવો ન જોઈએ

ગુજરાત8 hours ago

આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કાલથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રીય15 hours ago

પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

રાષ્ટ્રીય1 day ago

પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO

ક્રાઇમ1 day ago

શેરબજારમાં મોટા વળતરના નામે સાત હજાર કરોડનું ફૂલેકું

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત1 day ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત1 day ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત1 day ago

હિરાસર એરપોર્ટ બનતા ગરીબોનો આશરો છીનવાયો

ગુજરાત1 day ago

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

આંતરરાષ્ટ્રીય1 day ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત1 day ago

હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Trending