Connect with us

આંતરરાષ્ટ્રીય

હજ દરમિયાન પતિ-પત્નીને એક જ રૂમમાં રહેવાની મનાઇ

Published

on

હજ દરમિયાન પતિ-પત્નીને એક જ રૂમમાં રહેવાની મનાઇસાઉદી સરકારના નિર્ણય બાદ ભારતની નવી ગાઇડ લાઇન જાહેર

આ વખતે સાઉદી અરેબિયામાં હજ દરમિયાન પતિ-પત્ની એક જ રૂૂમમાં રહી શકો નહીં. સાઉદી અરેબિયાની સરકારે હજ દરમિયાન પુરુષ અને મહિલા હજયાત્રીઓને એક જ રૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂકયો છે. મહિલાખોના રૂૂમમાં પુરુષોને પણ પ્રવેશ આપવામાં આવશે નહી.


દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. ગયા વર્ષે યુપીમાંથી 17,976 લોકો હજ કરવા ગયા હતા. હજ યાત્રીઓને સમાવવા માટે હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હોટલ અને ઈમારતો ભાડે આપે છે. જ્યાં રાજ્યવાર પુરુષ અને સ્ત્રી હજ યાત્રીઓના જૂથોને એક જ રૂૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


હજ 2025 માટે, સાઉદી સરકારે પુરુષ અને મહિલા હજ યાત્રીઓને એક જ રૂૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ પણ નવી ગાઈડલાઈન જારી કરી છે.


હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લિયાકત અલી અફાકીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં વિશ્વના તમામ દેશોના પુરુષ અને મહિલા હજ યાત્રીઓને અલગ-અલગ રૂૂમમાં રાખવામાં આવે છે. પરંતુ ભારતમાંથી મોઠાભાગના પ્રવાસીઓ મોટી ઉંમરના અને ઓછા લણેલા હોય છે. આને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે ફક્ત ભારતીય પુરૂૂષ અને મહિલા મુસાફરોને એક જ રૂૂમમાં સાથે રહેવા અને રસોડામાં શેર કરવાની મંજૂરી આપી હતી. પરંતુ લોકોએ ફરિયાદ કરી હતી કે એક રૂૂમમાં રહેવાથી મહિલાઓની અભવતા થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ અને પુરૂૂષોને અલગ-અલગ રૂૂમમાં રાખવા જોઈએ હજ કમિટીએ આ અંગે સાઉદી સરકારને પણ જાણ કરી હતી. આ પછી, સાઉદી સરકારે રોકાણના નવા નિયમોમાં ફેરફાર કર્યા છે.


અફાકીએ જણાવ્યું હતું કે આ વખતે મુસાફરોને રાજ્યવાર નહી, પરંતુ જિલ્લાવાર એક બિલ્ડિંગમાં રાખવામાં બાવશે. પતિ-પત્નીને પડતી સમસ્યાઓના પ્રશ્ન પર તેમણે કહ્યું કે પતિ-પત્નીના રૂૂમ બાજુ-બાજુમાં હરશે જેથી જરૂૂર પડયે તેઓ એકબીજાને મદદ કરી શકે. બિલ્ડિંગના દરેક ફ્લોર પર રિસેપ્શન હશે, જ્યાં પતિ-પત્ની બેસીને વાત કરી શકશે. તેમણે એ પણ માહિતી આપી કે વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. પરંતુ આ કેટેગરીના હજ યાત્રીઓને સાથે રાખવામાં આાવશે. નોન-મફરમ કેટેગરીમાં જતી મહિલાઓને પણ સાથે રાખવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો

Published

on

By

વિદેશી રોકાણકારોનું સતત વેચાણ મુખ્ય કારણ, વ્યાજદરો મામલે આરબીઆઈના મૌનથી ચિંતા

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા પરત ફર્યા છે અને ફેડરલ રિઝર્વ પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યું છે, પરંતુ આ બધું હોવા છતાં ભારતીય શેરબજારમાં સતત ઘટાડો અટકી રહ્યો નથી. સેન્સેક્સમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે સોમવારે બજારની ખરાબ શરૂૂઆત પહેલા 8મી નવેમ્બરે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 55 પોઈન્ટના ઘટાડા સાથે 79,486 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 51 પોઈન્ટના ઘટાડા સાથે. શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડાને કારણે નિફ્ટીએ 26000ની સપાટી વટાવી દીધી હતી, હવે તે ઘટીને 24000ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.


અમેરિકી ચૂંટણીના પરિણામો કે વ્યાજદરમાં ઘટાડા જેવા સમાચાર પણ બજારમાં વેચવાલી અટકાવી શકતા નથી. ખરેખર, બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ સંસ્થાકીય વિદેશી રોકાણકારોનું વેચાણ છે. શેરબજારમાં આ ઘટાડાનું સૌથી મોટું કારણ એફઆઈઆઈ એટલે કે સંસ્થાકીય વિદેશી રોકાણકારોનું વેચાણ છે. તાજેતરના દિવસોમાં, વિદેશી રોકાણકારો સતત તેમના નાણાં બજારમાંથી પાછા ખેંચી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલી જોવા મળી રહી છે. તેના વેચાણનો આંકડો રૂૂ.1 લાખ કરોડને પાર કરી ગયો છે. એનએસઈ લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબરમાં ઘટીને 15.98 ટકા થયો હતો, જે 12 વર્ષમાં સૌથી ખરાબ છે.


બજારના ઘટાડા પાછળ વિદેશી રોકાણકારો ઉપરાંત અન્ય કારણો પણ છે જે તેને વધવા દેતા નથી. એક મોટું કારણ કંપનીઓના ત્રિમાસિક પરિણામો છે. ઘણી મોટી કંપનીઓના ખરાબ પરિણામોના કારણે બજાર પર દબાણ છે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી સિવાય આરબીઆઈના મૌનથી રોકાણકારોનું ટેન્શન વધી ગયું છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં, આરબીઆઈ દ્વારા તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે વ્યાજ દરોમાં ઘટાડો થશે કે નહીં. આવી સ્થિતિમાં રોકાણકારોમાં મૂંઝવણ છે.

ચીનનું મોટું પગલું
આ બધાની વચ્ચે ચીને પણ છેલ્લી ઘડીએ મોટું પગલું ભર્યું છે. ચીને રોકાણકારોને આકર્ષવા માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. ચીન સરકાર 10 લાખ કરોડ રૂૂપિયાના વધારાના રાહત પેકેજની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જો ચીન વધારાના રાહત પેકેજની જાહેરાત કરે છે તો ભારતીય શેરબજારની સ્થિતિ બગડી શકે છે. વિદેશી રોકાણકારો ચીન તરફ વળી શકે છે. જેના કારણે બજારમાં વેચવાલી થઈ શકે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ખાલિસ્તાની સામે સુરક્ષા આપવામાં કેનેડટ નિષ્ફળ, હિન્દુ મંદિરનો કાર્યક્રમ રદ કરાયો

Published

on

By

બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતેનો કાર્યક્રમ રીશિડ્યુલ કરાયો

ખાલિસ્તાની ધમકી બાદ કેનેડામાં એક હિંદુ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ દ્વારા થવાનું હતું. બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન હિન્દુઓ અને શીખોને જીવન પ્રમાણપત્રો આપવાના હતા. આ કાર્યક્રમ 17 નવેમ્બરે થવાનો હતો, પરંતુ તે પહેલા હિંસક વિરોધની ધમકીઓ આવવા લાગી.

બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તે કહે છે કે બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતે યોજાનારી લાઈફ સર્ટિફિકેટ ઈવેન્ટને રદ કરવામાં આવી છે. પીલ પ્રાદેશિક પોલીસને બાતમી મળી હતી કે હિંસક વિરોધ ખૂબ જ ખતરનાક સ્તરે થવાનો છે. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 16-17 નવેમ્બરે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં મોટી અરાજકતા સર્જાવાની શક્યતા છે.ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે પીલ પોલીસને મંદિર સામે મળેલી ધમકીઓ પર પગલાં લેવાની અપીલ કરી છે. કેનેડામાં રહેતા હિંદુઓ અને સામાન્ય લોકોની પણ સુરક્ષા કરો.

અમે તમામ સમુદાયના સભ્યોની માફી માંગીએ છીએ જેઓ ઇવેન્ટમાં હાજરી આપવા માટે સુનિશ્ચિત હતા. અમે ખૂબ જ દુ:ખી છીએ કે કેનેડિયનો હવે અહીં હિન્દુ મંદિરોની મુલાકાત લેવા માટે અસુરક્ષિત અનુભવે છે. બ્રેમ્પટન ત્રિવેણી મંદિર અને સામુદાયિક કેન્દ્ર હિન્દુઓ અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ માટેનું આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં પૂજા, કીર્તન, સેવા અને પ્રવચન વગેરે થાય છે.


દરમિયાન, કેનેડાના પીલ પ્રાદેશિક પોલીસના વડા નીશાન દુર્યપ્પાએ બ્રેમ્પટન ત્રિવેણી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરને પત્ર લખ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે રદ કરાયેલ કોન્સ્યુલર કેમ્પ 17મી નવેમ્બરે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. પત્રમાં લખ્યું છે કે અમને વિશ્વાસ છે કે કામચલાઉ મુલતવી વર્તમાન તણાવને વધુ સારી રીતે ઘટાડી શકે છે અને તમારા સ્થળ પર હાજર રહેનારાઓની સુખાકારીનું રક્ષણ કરી શકે છે.


અગાઉ 3 નવેમ્બરે ખાલિસ્તાની સમર્થકોએ ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર સ્થિત કોન્સ્યુલેટ કેમ્પ પર હિંસક હુમલો કર્યો હતો. કેનેડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મંદિરની આસપાસના મેદાનમાં લડાઈ થઈ રહી છે અને લોકો એકબીજા પર લાકડીઓ મારી રહ્યા છે. પીલ પ્રાદેશિક પોલીસે મંદિરમાં પ્રદર્શન દરમિયાન વિવાદનો જવાબ આપ્યો. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિરોધી પક્ષો વચ્ચે તણાવ વધવાથી વિરોધ આક્રમક બન્યો.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલ વિરુદ્ધ આરબ અને મુસ્લિમ દેશો એક થયા

Published

on

By

રિયાધમાં પરિષદ યોજાઈ, લેબનેોન અને ગાઝામાં નરસંહાર અટકાવાયા એક અવાજે માંગણી

મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, સોમવારે (11 નવેમ્બર 2024) સાઉદી અરેબિયાના રિયાધમાં એક મહત્વપૂર્ણ પરિષદ યોજાઈ હતી. આરબ અને ઈસ્લામિક દેશોની આ સંયુક્ત કોન્ફરન્સમાં ઈઝરાયેલ દ્વારા ગાઝા અને લેબનોન પર કરવામાં આવી રહેલા હુમલાઓ અંગે ઘણી ચર્ચા થઈ હતી. આ દરમિયાન બધાએ એક અવાજે કહ્યું કે ગાઝા અને લેબનોનમાં હુમલા બંધ થવા જોઈએ.


સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કોન્ફરન્સમાં ભાષણ આપ્યું હતું. ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારની નિંદા કરતા તેમણે કહ્યું કે, લેબનોન અને ગાઝામાં યુદ્ધનો તાત્કાલિક અસરથી અંત લાવવો જોઈએ. આ પછી કોન્ફરન્સમાં આવેલા અન્ય મહેમાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને બધાએ ઈઝરાયેલના હુમલાને ખોટા ગણાવ્યા.


કોન્ફરન્સમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઈનનો અધિકાર વ્યક્ત કર્યો હતો.ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો અભિન્ન ભાગ છે અને ભવિષ્યના કોઈપણ ઉકેલમાં પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટીનો સમાવેશ થવો જોઈએ, તેમણે કહ્યું. આ સિવાય અબ્બાસે સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે પૂર્ણ સભ્યપદ આપવાનું પણ આહ્વાન કર્યું હતું.


ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કહ્યું કે તેમનો દેશ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોની હત્યા અભિયાનની નિંદા કરે છે. તેમનો દેશ પેલેસ્ટિનિયન મુદ્દાને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવતી દરેક યોજનાની વિરુદ્ધ હશે, પછી તે સ્થાનિક લોકોને વિસ્થાપિત કરવાનો હોય કે ગાઝા પટ્ટીને નિર્જન વિસ્તારમાં ફેરવવાનો હોય. આ યોજનાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.

હમાસે આરબ દેશો પાસેથી આ ખાસ માગણી કરી
આ ઉપરાંત, લેબનોન અંગે ઇજિપ્તના રાષ્ટ્રપતિએ કહ્યું, તેમનો દેશ લેબનોનમાં વસતા અમારા ભાઈઓને દરેક મદદ આપવાનું વચન આપે છે. બીજી તરફ હમાસે રવિવારે (10 નવેમ્બર 2024) અરબ અને ઇસ્લામિક દેશોને ગઠબંધન બનાવવાની અપીલ કરી હતી જેથી પેલેસ્ટિનિયન લોકોના તમામ અધિકારોનું રક્ષણ કરી શકાય. આરબ દેશોએ ઇઝરાયેલના તમામ રાજદૂતોને તેમના દેશોમાંથી હાંકી કાઢવાની માંગ હમાસે કરી છે. હમાસના નેતા ઓસામા હમદાને અપીલ કરી છે કે રિયાધમાં અરબ અને ઈસ્લામિક દેશોના નેતાઓએ પયહૂદી રાજ્યથ સાથે સંબંધો તોડી નાખવા જોઈએ.

Continue Reading
ગુજરાત9 hours ago

અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા

રાષ્ટ્રીય10 hours ago

દેશદ્રોહી કહેવા પર CM એકનાથ શિંદે થયાં લાલધૂમ, કાફલાને રોકીને કોંગ્રેસ નેતાની ઓફિસે પહોંચ્યા, આપી આ સલાહ

રાષ્ટ્રીય10 hours ago

શિયાળાની ઋતુમાં મોજાં પહેરીને સૂવું ખતરનાક બની શકે છે,જાણો નિષ્ણાંતો પાસેથી

રાષ્ટ્રીય10 hours ago

‘ખડગે એ નથી કહેતાં કે તેમનું ઘર કોણે સળગાવ્યું..’, સીએમ યોગીએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

રાષ્ટ્રીય11 hours ago

માર્ગ અકસ્માતમાં 80 ટકા મૃત્યુ માટે ડ્રાઇવર જવાબદાર

ગુજરાત11 hours ago

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં

ક્રાઇમ11 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

રાષ્ટ્રીય11 hours ago

ભાજપના ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર આતંકીઓની ભાષા: ખડગે

રાષ્ટ્રીય11 hours ago

સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય11 hours ago

શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો

ધાર્મિક17 hours ago

આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

ગુજરાત17 hours ago

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત

ક્રાઇમ11 hours ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

ગુજરાત11 hours ago

સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય

ગુજરાત11 hours ago

ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ

ક્રાઇમ11 hours ago

Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ

ગુજરાત11 hours ago

આધેડનો કમળપૂજાનો પ્રયાસ

ગુજરાત11 hours ago

1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી

રાષ્ટ્રીય2 days ago

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ

ગુજરાત11 hours ago

હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત

Trending