આંતરરાષ્ટ્રીય

હજ દરમિયાન પતિ-પત્નીને એક જ રૂમમાં રહેવાની મનાઇ

Published

on

હજ દરમિયાન પતિ-પત્નીને એક જ રૂમમાં રહેવાની મનાઇસાઉદી સરકારના નિર્ણય બાદ ભારતની નવી ગાઇડ લાઇન જાહેર

આ વખતે સાઉદી અરેબિયામાં હજ દરમિયાન પતિ-પત્ની એક જ રૂૂમમાં રહી શકો નહીં. સાઉદી અરેબિયાની સરકારે હજ દરમિયાન પુરુષ અને મહિલા હજયાત્રીઓને એક જ રૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂકયો છે. મહિલાખોના રૂૂમમાં પુરુષોને પણ પ્રવેશ આપવામાં આવશે નહી.


દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. ગયા વર્ષે યુપીમાંથી 17,976 લોકો હજ કરવા ગયા હતા. હજ યાત્રીઓને સમાવવા માટે હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હોટલ અને ઈમારતો ભાડે આપે છે. જ્યાં રાજ્યવાર પુરુષ અને સ્ત્રી હજ યાત્રીઓના જૂથોને એક જ રૂૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


હજ 2025 માટે, સાઉદી સરકારે પુરુષ અને મહિલા હજ યાત્રીઓને એક જ રૂૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ પણ નવી ગાઈડલાઈન જારી કરી છે.


હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લિયાકત અલી અફાકીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં વિશ્વના તમામ દેશોના પુરુષ અને મહિલા હજ યાત્રીઓને અલગ-અલગ રૂૂમમાં રાખવામાં આવે છે. પરંતુ ભારતમાંથી મોઠાભાગના પ્રવાસીઓ મોટી ઉંમરના અને ઓછા લણેલા હોય છે. આને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે ફક્ત ભારતીય પુરૂૂષ અને મહિલા મુસાફરોને એક જ રૂૂમમાં સાથે રહેવા અને રસોડામાં શેર કરવાની મંજૂરી આપી હતી. પરંતુ લોકોએ ફરિયાદ કરી હતી કે એક રૂૂમમાં રહેવાથી મહિલાઓની અભવતા થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ અને પુરૂૂષોને અલગ-અલગ રૂૂમમાં રાખવા જોઈએ હજ કમિટીએ આ અંગે સાઉદી સરકારને પણ જાણ કરી હતી. આ પછી, સાઉદી સરકારે રોકાણના નવા નિયમોમાં ફેરફાર કર્યા છે.


અફાકીએ જણાવ્યું હતું કે આ વખતે મુસાફરોને રાજ્યવાર નહી, પરંતુ જિલ્લાવાર એક બિલ્ડિંગમાં રાખવામાં બાવશે. પતિ-પત્નીને પડતી સમસ્યાઓના પ્રશ્ન પર તેમણે કહ્યું કે પતિ-પત્નીના રૂૂમ બાજુ-બાજુમાં હરશે જેથી જરૂૂર પડયે તેઓ એકબીજાને મદદ કરી શકે. બિલ્ડિંગના દરેક ફ્લોર પર રિસેપ્શન હશે, જ્યાં પતિ-પત્ની બેસીને વાત કરી શકશે. તેમણે એ પણ માહિતી આપી કે વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે. પરંતુ આ કેટેગરીના હજ યાત્રીઓને સાથે રાખવામાં આાવશે. નોન-મફરમ કેટેગરીમાં જતી મહિલાઓને પણ સાથે રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version