Connect with us

rajkot

ધોરાજી પંથકમાં ડુંગળી નિકાસ પ્રતિબંધનો ખેડૂતો દ્વારા વિરોધ

Published

on

ધોરાજી આજુબાજુ વિસ્તાર પંથક ના ખેડૂતો એ હજારો હેકટર મા ડુંગળી નુ વાવેતર કરેલ છે ત્યારે આ નિકાસ બંધ હોય તેથી ખેડૂતો ને ડુંગળી ના પોષણક્ષમ ભાવ નથી મળી રહયા ત્યારે આજરોજ ખેડૂતો પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયુ અને ખેડૂતો અનોખી રામધૂન બોલાવીયો હતો મા વિરોધ પ્રદર્શન પણ કરવામા આવ્યુ.
ધોરાજી પંથક ના ખેડૂતો મા જયાર થી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ની નિકાસ પર પ્રતિબંધ લાડવામા આવેલ છે ત્યાર થી ડુંગળી ના પોષણક્ષમ ભાવ નથી મળી રહયા અને ડુંગળી પકાવતા ખેડૂતો ની માઠી દસા થઈ ગયેલ છે અને ડુંગળી હાલ ખેતર મા પડી છે પણ ભાવો ન મળતા ડુંગળી પાકી ગઇ છે પણ ભાવ ન મળતા ડુંગળી લણી શકતા નથી ત્યારે તમામ ખેડૂતો ચિંતિત જોવા મળેલ છે અને એક જ માંગ કરી રહયા છે કે કેન્દ્ર સરકાર ની ડુંગળી પર ની નિકાસ બંધી પાછી ખેચવામા આવે તેવી માંગ કરી રહયા છે અને આગામી દિવસો મા તાત્કાલિક આ નિર્ણય પાછો ખેચવામા નહી આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
(તસ્વીર : રમણીકભાઈ ટોપીયા)

rajkot

મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.

Continue Reading

rajkot

રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.

Continue Reading

rajkot

સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા

Published

on

By

2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા

ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.

ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.

Continue Reading
ક્રાઇમ3 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત6 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત6 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત9 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized11 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

ગુજરાત14 mins ago

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

ગુજરાત14 mins ago

ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત

ગુજરાત17 mins ago

અલિયાબાડા પાસે નદીમાં નહાવા પડેલા બાળકનું પિતાની નજર સામે મોત

કચ્છ18 mins ago

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

ગુજરાત20 mins ago

જૂનાગઢમાં કાવાસાકી રોગે ફરી દેખા દીધી: છ વર્ષની માસૂમ બાળકીને લક્ષણો દેખાયા

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય19 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending