Connect with us

ગુજરાત

ચાર દિવસમાં ભાજપના બે નેતાના આપઘાતથી ખળભળાટ

Published

on

કરજણ APMCના વાઇસ ચેરમેનનો આપઘાત:ભાજપના નેતા રજની પટેલે ઝેરી દવા પી લીધી હતી

રજની પટેલ અને સુનિલ પટેલ સહિત એપીએમસીના સભ્યો તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા


વડોદરા જિલ્લાની કરજણના રજની પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, 9મી જુલાઇએ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિ દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારે આજે ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ APMCના વાઇસ ચેરમેને આપઘાત કરતાં કંઈક શંકાસ્પદ હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે.તાજેતરમાં જ રજની પટેલ અને સુનિલ પટેલ સહિત કરજણ એપીએમસીના સભ્યો જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ બંનેએ ચાર દિવસના ગાળામાં જ આપઘાત કરી લીધા છે.


કરજણ APMCના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં આવેલા તેમના ઘરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને તાત્કાલિક કરજણ લાવવામાં આવ્યા હતા અને કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતા. જેને પગલે કરજણ પોલીસ હોસ્પિટલમાં દોડી ગઇ હતી અને રજની પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.


રજની પટેલ છેલ્લા એક વર્ષથી કરજણ APMCમાં વાઇસ ચેરમેન હતા, અને ભાજપના નેતા હતા. તેઓએ અચાનક આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી મળ્યું છે. રજની પટેલ છેલ્લા 15 વર્ષથી ભાજપમાં સક્રિય હતા, તેઓ હાલ પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય છે. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. રજની પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. કરજણ પોલીસે આપઘાતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.વડોદરા સહિત રાજ્યભરમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોઠાવ ગામમાં રહેતા ભાજપના નેતા અને કરજણ APMCના વાઇસ ચેરમેન રજની પટેલે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે અને તેઓએ કયા કારણોસર આપઘાત કર્યો એની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાત

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

Published

on

By

જસદણના ખડવાવડી અને પોરબંદરમાં ઝેરના પારખા કરનાર બે પરિણીતાના મોત

ગોંડલમાં રહેતી પરણીતાએ ગૃહકલેસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરણીતાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં રહેતી કુસુમબેન નિરવભાઈ પડિયા નામની 29 વર્ષની પરણીતાએ ગૃહકલેસથી કંટાળી છ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પરણીતાના મોતથી માસુમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
અન્ય બનાવમાં જસદણના ખડવાવડી ગામે રહેતી સોનલબેન પરબતભાઈ મેડ ઉ.વ.26એ પાંચ દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે પોરબંદરમાં નગીનદાસ મોદી ભવન પાસે રહેતી કિંજલબેન ધવલભાઈ જેઠવા ઉ.વ. 25 એ અકળ કારણસર એસીડ પી લીધું હતું. બન્ને પરણીતાએ રાજકોટ સારવારમાં દમ તોડતા બન્ને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત

Published

on

By

ભાટિયામાં પરપ્રાંતિય શ્રમિકનું વીજશોકથી મોત

ખંભાળિયા – દ્વારકા માર્ગ પર ગત સાંજે એક છોટા હાથી વાહન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છોટા હાથી વાહનમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર વડત્રા ગામ પાસે આવેલી હોટલ પાસે ટાટા કંપની મીઠાપુરમાં સિમેન્ટના પાઈપ ઉતારીને પરત આવી રહેલા જી.જે. 36 ટી. 4643 નંબરના એક ટ્રકના ચાલક લીલાભાઈ હરભમભાઈ અમર (ઉ.વ. 57, રહે. રાણાવાવ) ના ટ્રક સાથે જી.જે. 27 ટી.ટી. 7353 નંબરના એક કેરી છોટા હાથી વાહનના ચાલક જયરામ ભીખાભાઈ ભરવાડે પોતાનું વાહન પૂરઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવતા ટ્રક સાથે પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં તેની સાથે બેઠેલા દેવાભાઈ બાથાભાઈ ભરવાડનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પોતાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં મૂઢ ઈજાઓ થવા પામી હતી.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મેર લીલાભાઈ અમરની ફરિયાદ પરથી જયરામભાઈ ભીખાભાઈ ભરવાડ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હિકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ. એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.


જ્યારે બીજા બનાવમાં મધ્ય પ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના મૂળ વતની અને હાલ ભાટિયા ગામે રહી અને મજૂરી કામ કરતા આકાશ સંતોષભાઈ ભુરીયા નામના 19 વર્ષના યુવાનને ગત તા. 16 ના રોજ ભાટિયામાં આવેલી એક ફેક્ટરીમાં મજુરી કામ કરતી વખતે ઇલેક્ટ્રીક મોટરને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંતોષભાઈ ભુરીયા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

Continue Reading

ગુજરાત

કોરોનાકાળમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 7.25 લાખ મોત

Published

on

By

2021ના એપ્રિલથી જૂન સુધીના ત્રણ માસમાં જ 3.46 લાખ લોકો મોતને ભેટયા હતા, આરોગ્ય વિભાગના અહેવાલમાં ઘટસ્ફોટ


ગુજરાતમાં કોરોનાકાળના વર્ષ 2021માં રેકોર્ડબ્રેક 7,25,537 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ પહેલાં વર્ષ 2020માં 5,23,892 લોકોનાં મોત થયા હતા એટલે કે વર્ષ 2020 કરતાં 2021માં 2.01 લાખ જેટલા વધુ લોકોનાં મોત નોંધાયા છે. વર્ષ 2021ના અરસામાં 7.25 લાખ લોકોના મોત થયાં તેમાં કોરોના પીક ઉપર હતો તે એપ્રિલથી જુન એમ ત્રણ જ મહિનામાં 3.46 લાખ એટલે કે 47.65 ટકા લોકોનાં મોત થયા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે.


ગુજરાતમાં મે 2021માં સૌથી વધુ 1.80 લાખ લોકોનાં મોત થયા હતા. આ કોવિડના પીકનો એ જ સમય ગાળો હતો જ્યારે હોસ્પિટલોમાં બેડ મેળવવાના ફાંફાં હતા અને સ્મશાનમાં અંતિમ વિધિ માટે કલાકો સુધીનું વેઈટિંગ હતું. વર્ષ 2021માં એકલા અમદાવાદમાં જ 96,920 જ્યારે સુરતમાં 60,739, વડોદરામાં 49,165 લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા એટલે કે સરકારી ચોપડે આટલાં મોત રજિસ્ટર્ડ થયા હતા. કોવિડ ઉપરાંત હૃદય રોગ સહિત અનેક વિવિધ ગંભીર બીમારી, વધુ પડતી ઉંમર વગેરે કારણે આ મોત નોંધાયા હતા.


ગુજરાતમાં વર્ષ 2019માં મૃત્યુદર 7.1 હતો એટલે કે દર હજારે 7 જેટલા લોકોનાં મોત થયા હતા, એ જ રીતે વર્ષ 2020માં મૃત્યુ દર 8.0 હતો, જે વર્ષ 2021માં વધીને સીધો 10.3 5 થયો હતો. રાજ્યમાં જે કુલ મોત થયા છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2021માં 51.3 3 ટકા મોત થયા છે એટલે કે 3.72 લાખ લોકોનાં મોત થયા છે જ્યારે શહેરી વિસ્તારોમાં 48.67 ટકા યાને કે 3.53 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.


ગુજરાતમાં વર્ષ 2021માં જે રજિસ્ટર્ડ મોત નોંધાયા છે તેમાં સૌથી વધુ 70થી વધુ વયના 3 8.97 ટકા લોકોનાં મોત થયા હતા, 65થી 69 વર્ષની વયે 11.3 4 ટકા, 55થી 64 વર્ષની વયે 19.3 0 ટકા, 45થી 54 વર્ષની વયે 13 .18 ટકા અને 3 5થી 44 વર્ષની વયના 7.87 ટકા તેમજ 25થી 34 વર્ષની વયના 4.28 ટકા લોકોનાં મોત નોંધાયા હતા. એકંદરે પુરુષ 58.91 ટકા તેમજ મહિલા 41.09 ટકા છે.

મૃત્યુદરમાં વડોદરા પ્રથમ, રાજકોટ બીજા ક્રમે, દાહોદમાં સૌથી ઓછો દર
ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં સૌથી વધુ મૃત્યુ દર વડોદરામાં 13.71 રહ્યો હતો એટલે કે દર એક હજાર વ્યક્તિમાંથી 13 થી 14 વ્યક્તિના મોત નોંધાયા હતા, એ પછી બીજા ક્રમે રાજકોટમાં 13.61 અને ત્રીજા ક્રમે ભરૂૂચમાં 12.76 મૃત્યુ દર રહ્યો હતો. જામનગરમાં 12.31, જૂનાગઢમાં 12.18, ગાંધીનગરમાં 12.14, અમદાવાદમાં 11.87, નવસારીમાં 11.46, તાપીમાં 11.05, વલસાડમાં 10.92, નર્મદામાં 10.86, ખેડામાં 10.66, મહેસાણા 10.6, આણંદ 10.51, પાટણ 10.45, ભાવનગરમાં 10.27, પંચમહાલમાં 10.19, સાબરકાંઠામાં 10.1, છોટાઉદેપુરમાં 9.74, મોરબી 9.64, સુરેન્દ્રનગર 9.56, ડાંગ 9.53 , અરવલ્લી 9.45, પોરબંદર 9.29, અમરેલી 9.29, ગીર સોમનાથ 8.78, બોટાદ 8.76, સુરત 8.61, કચ્છ 8.27, મહિસાગર 7.82, દેવભૂમિ દ્વારકા 7.69, બનાસકાંઠા 7.51 અને સૌથી ઓછો મૃત્યુ દર દાહોદમાં 5.93 રહ્યો છે. કુલ મોતમાં 25થી 54 વર્ષની ઉંમરે 25 ટકા લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા.

Continue Reading
રાષ્ટ્રીય20 seconds ago

પંત સાથે અફફેરની વાત માત્ર અફવા: ઉર્વશી રોતેલા

ગુજરાત1 min ago

ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત

ગુજરાત3 mins ago

ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત

ગુજરાત5 mins ago

કોરોનાકાળમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 7.25 લાખ મોત

આંતરરાષ્ટ્રીય6 mins ago

મધ્ય યુરોપમાં વિનાશક પૂરથી ચોતરફ તબાહી

આંતરરાષ્ટ્રીય10 mins ago

ઈઝરાયલે ફપરોક્ષ યુધ્ધ છેડીને મહાવિનાશના દરવાજા ખોલ્યા?

ગુજરાત13 mins ago

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં પ્રથમ દિવસે 5000 લોકોની સવારી

ગુજરાત14 mins ago

હિટ એન્ડ રન: મોરબીમાં ભંગાર વીણવા નીકળેલા યુવકને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત

ગુજરાત17 mins ago

ટ્રાફિક સમસ્યામાં નિષ્ક્રિય પોલીસ સામે પગલાં લેવાની જરૂર: હાઈકોર્ટ

ગુજરાત17 mins ago

જી.જી. હોસ્પિટલમાં પાર્ક કરેલી રિક્ષાની ઉઠાંતરી

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય18 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય2 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ક્રાઇમ20 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત20 hours ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

Trending