કાલે જીવનના બંધનોમાંથી મુક્તિ અપાવનાર મોહિની એકાદશી

વૈશાખ શુદ અગીયારશ ને ગુરુવારે તા.8.5.25 નાં દિવસે મોહિની એકાદશી છે. બુધવારે સવારે વહેલા ઉઠી ન્હાવાની પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું.ત્યાર બાદ શ્રી કૃષ્ણ…

વૈશાખ શુદ અગીયારશ ને ગુરુવારે તા.8.5.25 નાં દિવસે મોહિની એકાદશી છે. બુધવારે સવારે વહેલા ઉઠી ન્હાવાની પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું.ત્યાર બાદ શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું ભગવાનને છાશ અને દહીં ખાસ ધરાવવા શ્રી કૃષ્ણ શરણમ મમ એક અથવા ત્રણ માળા કરવી અને કથા વાંચવી અથવા શાંભળવી. મોહિની એકાદશીનાં દિવસે ઘર મા ગૌમુત્ર અથવા ગંગાજળ છાટવું ઉત્તમ ગણાય છે. મોહિની એકાદશી એટલે મોહ પમાડનાર નહીં પરંતુ મોહ માથી મુકિત આપનાર એકાદશી છે. જીવનમાં કોઈપણ વસ્તુનો મોહ જાગે એટલે જીવનમાં જ્ઞાન તથા વિવેક રહેતા નથી અને પતન થાય છે. આથી જ શાસ્ત્રોમાં પુરાણોમાં કહેલું છે કે કામ, ક્રોધ, મોહનો ત્યાગ કરો.

એકાદશીની કથાનો બોધ:
જીવનમાં કોઈપણ વસ્તુનો અને વ્યક્તિનો મોહ રાખવો જોઈએ નહીં. જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ તો જ જીવન સુખી થશે. વ્યકિતનાં જીવનમાં ગમે તેટલી સંપતી હોય બધુ જ હોય પરંતુ સંતોષ ના હોય તો બધુ જ નકામુ છે. આથી ખોટો મોહ છોડી અને સંતોષ પૂર્વક જીવન જીવવું જોઈએ.
(સંકલન :- શાસ્ત્રી રાજદીપ જોશી-વેદાંતરત્ન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *