છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે વરસાદ પડતાં હોય ખખડધજ બસો દોડાવી મુસાફરો પર જોખમ ઉભું કરતા સત્તાધીશો
રાજકોટ સહિત અનેક ડેપો ના ડેપો મેનેજરો મુસાફરોને પડતી હાલાકી અંગે બેદરકાર અને લાપરવાહ છે. જસદણના ડેપો મેનેજરને અગાઉ તૂટેલા કાચ અંગે અને બારી વગરની બસ ચલાવવા અંગે ફરિયાદ કરવા છતાં મુસાફરોની ફરિયાદો પ્રત્યે લેસ માત્ર દરકાર લેતા નથી. એસ.ટી અમારી સલામત સવારી પરંતુ જવાબદારી તમારી કારણ કે હવામાન ખાતાની અગાઉ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી એટલે કે માવઠાની આગાહી આપી દીધી હતી. ભર ચોમાસુ હોય તે પ્રકારે વરસાદ આવી રહ્યો છે ત્યારે ઓન ધ રોડ ચાલતી તમામ એસ.ટી ની બસોમાં વાઇપર ચાલુ હાલતમાં હોવું જોઈએ અને જો ન હોય તો તે મરામત કરવું જરૂૂરી છે.
મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા એસ.ટી બસ પોર્ટમાં ચક્કર લગાવતા બસ પોર્ટ ના પ્લેટફોર્મ નંબર 14 પર પડેલી રાત્રે 8:00 કલાકે ઉપરથી જસદણ ડેપો ની રાજકોટ ભાડલા રૂૂટની બસ નંબર GJ18Z 4644 નંબરની બસના ડ્રાઈવરને જયારે પૂછવામાં આવ્યું કે વાઇપર છે ? ત્યારે ડ્રાઇવર દ્વારા કહેવામાં આવ્યું બસમાં વાઈપર છે જ નહીં હવે તમે વિચાર કરો કે રાતનો સમય અને વાઇપર ન હોય અને માવઠું ચાલુ હોય તો ડ્રાઇવર અને મુસાફરોની સલામતી સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે ? આ પ્રકારની અસુવિધા ભરી અને મુસાફરો માટે મોતની લટકતી તલવાર સમાન બસો ઓન ધ રોડ ચાલી રહી હોય તો તે અંગે જવાબદાર ડેપો મેનેજર અથવા વર્કશોપના ઇજનેરને દંડનીય કાર્યવાહી કરી શોકોઝ છો નોટિસ આપવી જોઈએ. ડ્રાઇવર અને કંડકટરને નજીવી ભૂલ બદલ આકરી સજા આપવામાં આવતી હોય તો ડેપો મેનેજરની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ કારણ કે મુસાફરોની સલામતી અને સુવિધા અગ્રસ્થાને હોવી જોઈએ.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તગડો પગાર મેળવી પોતાની ફરજમાં બેદરકારી અને લાપરવાહી દાખવનાર ડેપો મેનેજર કે જવાબદાર અધિકારીઓ જ્યારે મુસાફરો ની ખેવના ન કરનાર સામે કડક પગલાં ભરવા જોઈએ અને શોકોઝ નોટિસ આપી જવાબદાર ની સામે દાખલા રૂૂપ સજા થવી જોઈએ કારણ કે અહીં તો મુસાફરોના જાન જોખમમાં છે. ઉપરોક્ત આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારે લોલમલોલ હવે ચલાવી લેવામાં નહીં આવે મુસાફર હિતરક્ષક તરફ સમિતિ દ્વારા રાજ્ય પરના 28 લાખ મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 94262 29396 પર રાઉન્ડ ક્લોક એસ.ટી ને લગતી કોઈપણ ફરિયાદ કરી શકો છો. આધાર પુરાવા સાથે ફરિયાદ કરી એક જાગૃત મુસાફર તરીકે ફરજ બજાવવા હિત રક્ષક સમિતિની અપીલ છે.
