પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના ભાવ રૂા.1000થી 1500
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં યોજાવાની છે. આ તમામની ટિકિટ 28 જાન્યુઆરીથી પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી ઉપલબ્ધ થશે. ક્રિકેટ ચાહકો બીજી સેમિફાઇનલ સહિત 10 મેચની ટિકિટ ખરીદવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. પાકિસ્તાનમાં રમાનારી મેચોની સામાન્ય ટિકિટ 1000 પાકિસ્તાની રૂૂપિયાથી શરૂૂ થશે. જ્યારે પ્રીમિયમ બેઠક માટેની ટિકિટ 1500 પાકિસ્તાની રૂૂપિયાથી ઉપલબ્ધ થશે. મતલબ કે ચાહકોને ઓછા પૈસામાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનો મોકો મળશે.
ICC ચીફ કોમર્શિયલ ઓફિસર અનુરાગ દહિયાએ કહ્યું: અમે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સત્તાવાર ટિકિટના વેચાણની જાહેરાત કરતાં રોમાંચિત છીએ. પાકિસ્તાનમાં ક્રિકેટ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જે 1996 પછી તેની પ્રથમ ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ડિરેક્ટર સુમૈર અહેમદ સૈયદે જણાવ્યું હતું કે સસ્તી ટિકિટના ભાવ એ બતાવે છે કે તમામ ક્ષેત્રના ચાહકો આ ઐતિહાસિક ટૂર્નામેન્ટનો ભાગ બની શકે, જે ક્રિકેટ ચાહકોની તમામ પેઢીઓ માટે એક ઉત્સવ બની જશે. અમે ટિકિટોને ન માત્ર સસ્તી પરંતુ અધિકૃત ઓનલાઈન પ્લેટફોર્મ અને સમગ્ર પાકિસ્તાનમાં 100 થી વધુ આઉટલેટ્સ દ્વારા સુલભ પણ બનાવી છે. ભારતની મેચોની ટિકિટની માહિતી પછીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.