મુન્દ્રામાં પતંગની દોરીથી ત્રણ વર્ષના બાળકનું મોત: બાઇકની સ્પીડને કારણે કરુણ ઘટના બની

  ઉતરાયણના સપરમા તહેવાર નિમિતે લોકોની સાવચેતી અને સલામતી માટે વિવિધ સૂચનાઓ સહીત ટુવ્હીલર વાહનો પર લોખંડના સેફટી ગાર્ડ પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા હતા.તેમ છતાં…

 

ઉતરાયણના સપરમા તહેવાર નિમિતે લોકોની સાવચેતી અને સલામતી માટે વિવિધ સૂચનાઓ સહીત ટુવ્હીલર વાહનો પર લોખંડના સેફટી ગાર્ડ પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા હતા.તેમ છતાં મુન્દ્રાના પરા સમાન બારોઇ રોડ ખાતે મકરસક્રાંતિના રોજ બનેલી એક કરૂૂણ ઘટનામાં ત્રણ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળુ કપાતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવ મંગળવારે ઉતરાયણના દિવસે અંદાજિત બાર વાગ્યાના અરસામાં નગરના પરા સમાન અતિ વિકસિત વિસ્તાર બારોઇ રોડસ્થિત પી માર્ટ મોલ નજીક બન્યો હતો.જેમાં ટુંડા સ્થિત અદાણી સોલાર પ્લાન્ટમાં ફરજ બજાવતા હાર્દિકભાઈ સોની (રહે હાલે બારોઇ મુળ પાલનપુર)બાઈક પર સવાર થઇ પોતાના ત્રણ વર્ષના પુત્ર યુગ સાથે જઈ રહ્યા હતા.ત્યારે અચાનક પતંગની દોરી મોટરસાયકલ પર આગળ બેઠેલા હતભાગી બાળક યુગના ગળામાં ફસાઈ હતી અને ગળુ ચીરાઇ ગયું હતું.

બનાવ ને પગલે તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે પ્રથમ સ્થાનિકેની ગીતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરંતુ ઘા અત્યંત ઊંડો હોઈ લોહી ઘણું વહી જતાં વધુ સારવાર અર્થે અદાણી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ વધુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેણે રસ્તામાં દમ તોડતાં અરેરાટી સાથે ગમગીનીનો માહોલ છવાયો હતો.સમગ્ર મામલે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમ્મર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,હતભાગી બાળકને તેના પિતા ઉતરાયણ જોવા માટે બહાર લઇ જતા હતા.એ દરમિયાન કરૂૂણાંતિકા સર્જાઈ હતી.જોકે જે દોરીથી બાળકનું મોત નીપજ્યું છે તે ચાઇનીઝ ન હોવાનું સામે આવ્યું છે.મજબુર દોરી અને બાઈકની સ્પીડના કારણે બનાવ બન્યો હતો.
હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *