મોટીમારડના યુવાનની હત્યામાં જૂનાગઢના માણાવદરના ત્રણ શંકમંદોની પૂછપરછ

  ધોરાજીના મોટીમારડના યુવાનની તળાવ માંથી લાશ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ…

 

ધોરાજીના મોટીમારડના યુવાનની તળાવ માંથી લાશ મળી આવ્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ નદીમાં ફેકી દીધાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.આ મામલે પાટણવાવ પોલીસ અને એલસીબીની ટીમે સયુક્ત તપાસ કતી જૂનાગઢના માણાવદરના ત્રણ શંકમંદોને સકંજામાં લઇ વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે સીમ વિસ્તારમાં આવેલ તળાવમાં યુવાનની લાશ પડી હોય, તે બાબતે પાટણવાવ પોલીસને જાણ થતા તાત્કાલિક ઈન્સ્પેકટર આર. બી. વાઢીયા, પીએસઆઈકે. એન. કામડિયા વિગેરે સ્ટાફ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવાનની લાશ બહાર કાઢીને તપાસ કરતા આ લાશ ધોરાજીના મોટીમારડમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને ટેમ્પો ચલાવતા પ્રવીણભાઈ સામતભાઈ ડેર(ઉવ40)ની હોવાનું ખુલ્યું હતું.

તેને પેટના ભાગે ઘાતક હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું તારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. પોલીસે જણાવેલું કે મૃતક યુવાનનાં પરિવારજનોની પૂછપરછ કરતા ગત રાત્રિએ આ યુવક ઘરેથી બહાર જવાનું કહીને નિકળ્યો હતો. બાદ આજે સવારે તળાવમાંથી લાશ મળી હતી.

આ બનાવ અંગે મૃતકની બહેન ભાવનાબેન ઉર્ફે હુરીબેન સામતભાઈ ગોરખભાઈ ડેરે ફરિયાદ નોંધવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રવીણભાઇ બહેન ભાવના અને માતા રાણીબેન સાથે રહેતા હતા. ભાવનાબનેના છ એક વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે. મોટાભાઈ પ્રવીણભાઇના લગ્ન ભાવનાની નણંદ શીલ્પાબેન સાથે થયેલ હતા તેને પણ છૂટાછેડા થઇ ગયેલ છે.

ભાઈ પ્રવીણ ઘરેથી રાતે નીકળ્યા બાદ તેનો મોબાઈલ બંધ આવતો હતો બાદમાં સવારે પ્રવીણભાઇની લાશ ચીખલીયા ગામ તરફ જતા રોડ તરફ મારડીયાના માર્ગે પાણીમાં મળી હતી અને તેનું મોટર સાયકલ પણ બાજુમાં પડેલ છે અને રસ્તામાં લોહીના ધાબાના નિશાનો જોવા મળ્યા હતા. પ્રવીણના ગળામાં દોરી અથવા અન્ય કોઇ ચીજ વડે ગળાટુપો આપી તેમજ તિક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરી નાખવામાં આવી હોય અને લાશને નદીમાં ફેકી દેવામાં આવ્યાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે પાટણવાવ પોલીસ અને એલસીબીની ટીમે સયુક્ત તપાસ કતી જૂનાગઢના માણાવદરના એક શંકમંદોને સકંજામાં લઇ વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *