ખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોત

તારાપુર-ધર્મજ હાઇવે ઉપર વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયેલો અકસ્માત બસનો એક તરફનો આખો ભાગ ચિરાઇ ગયો, 15 જેટલા મુસાફરોને ઇજા રાજકોટથી સુરત જતી ખાનગી…

તારાપુર-ધર્મજ હાઇવે ઉપર વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયેલો અકસ્માત

બસનો એક તરફનો આખો ભાગ ચિરાઇ ગયો, 15 જેટલા મુસાફરોને ઇજા

રાજકોટથી સુરત જતી ખાનગી બસ આણંદના તારાપુર-ધર્મજ હાઇવે પર વડદલા ગામના પારીયા પાસે એક ટ્રક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં રાજકોટના ધૃવ રૂડાણી (ઉ.વ.32), મનસુખભાઇ કોરાટ (ઉ.67) તથા કલ્પેશ જીયાણી (ઉ.39)ના કરૂણ મોત નિપજ્યાના અહેવાલો મળે છે. જ્યારે કેટલાક મુસાફરોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ રાજકોટથી મોડીરાત્રે સુરત જવા નીકળેલી આ ખાનગી બસ વહેલી સવારે તારાપુર-ધર્મજ હાઇવે ઉપર એક વાહનને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રક સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસનો એક ભાગ આખો ચિરાઇ ગયો હતો અને આગળના સોફામાં સુતેલા ત્રણ મુસાફરોના નિદ્રાંધિન હાલતમાં જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય પંદર જેટલા મુસાફરોને ઇજાઓ થયાનું જાણવા મળે છે.


અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને ઘવાયેલાઓને 108 મારફત હોસ્પિટલે ખસેડાયા હતા.


આણંદના તારાપુર ધર્મજ હાઈવે પર રાજકોટથી સુરત જતી ખાનગી બસને અકસ્માત નડતા રાજકોટના 3ના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં મોત થયા છે.વડદલા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અને હાઈવે સ્ટાફ દોડી આવ્યો હતો,તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે.


તારાપુર ધર્મજ હાઈવે પર આમ પણ અકસ્માત વારંવાર સર્જાતો હોય છે,ટ્રક લકઝરીની કે લકઝરી ટ્રકની ઓવરટેક કરવા ગયો તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી,જોત જોતામાં ત્રણ લોકોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયા હતા,પોલીસે ઘટના સ્થળે જઈને ટ્રાફિકને દૂર કર્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા,પોલીસે મુસાફરો અને અન્ય લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.


આ અકસ્માત વડદલા પાટીયા નજીક સર્જાયો હતો તો પેટલાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે,સમગ્ર ઘટનામાં પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,તો પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે અને હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે,ત્યારે પોલીસ આ અકસ્માતમાં લકઝરી બસના ડ્રાઈવર કે પછી ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધે છે તે જોવાનું રહ્યું.


મૃતકોના નામ
ધૃવ રૂડાણી (ઉ.32)
મનસુખભાઇ કોરાટ (ઉ.67)
કલ્પેશ જીયાણી (ઉ.39)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *