લૂંટ, મારામારી તેમજ દારૂ અને ગાંજાના પાંચથી વધુ કેસમાં સંડોવાયેલ નામચીન શખ્સના મકાનનું તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે ડિમોલિશન કર્યું હતું
સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 12 કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓને શાપર પોલીસે ઝડપી લઈ કોસંબા પોલીસને પોલીસે સોપી દીધા હતા. શાપરના પીઆઈ આર. બી. રાણાએ મળેલી ચોકકસ બાતમીના આધારે શાપરમાં રહેતાં ઈકબાલ ઉર્ફે ઈકુ બોદુભાઈ હીંગોરા (ઉ.વ.37), સોહિલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા (ઉ.વ.29) અને સંદિપ સંજયભાઈ વડીયાતર (ઉ.વ.18)ને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ 12 કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ઈકબાલ સામે કોટડાસાંગાણી, શાપર અને લોધિકા પોલીસ મથકમાં દારૂૂ, મારામારી સહિતના પાંચ ગુના નોંધાયેલા છે.
બીજા આરોપી સોહિલ ઉર્ફે રેહાન વિરૂૂધ્ધ શાપર, ગોંડલ તાલુકા પોલીસ અને મથકમાં મારામારી પ્રોહિબિશનના પાંચ ગુના નોંધાયેલા છે. આરોપી સોહિલ ઉર્ફ રેહાને શાપર વેરાવળમાં બનાવી લીધેલા ગેરકાયદે મકાનનું થોડા સમય પહેલાં જ તંત્રએ ડિમોલિશન કરાયું હતું. રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી શાપર વેરાવળના પી.આઈ આર.બી.રાણા સાથે સ્ટાફના જયદીપસીંહ વાઘેલા, દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઇ ઝાલા, લઘધીરસીંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
