ઇસ્ટઝોનના 6 વોર્ડના રોડ 66.57 કરોડના ખર્ચે નવા બનશે

બાકી રહી ગયેલા અનેક રોડ પહોળા કરવા અને ખુલ્લા કરવાનું કામ પણ સાથોસાથ કરાશે ડીઆઇ પાઇપ લાઇન નાખતા મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા બે વર્ષમાં…

બાકી રહી ગયેલા અનેક રોડ પહોળા કરવા અને ખુલ્લા કરવાનું કામ પણ સાથોસાથ કરાશે

ડીઆઇ પાઇપ લાઇન નાખતા મોટાભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા બે વર્ષમાં તમામ રોડ ચકાચક કરવા ટેન્ડર પ્રસિદ્ધ

રાજકોટ શહેરમાં ડીઆઇ પાઇપ લાઇનનુ કામ પૂર્ણ થવામાં છે. ત્યારે કામ દરમિયાન મોટા ભાગના રોડ રસ્તાઓ અને શેરી ગલીઓ ખોદી નાખવામાં આવી છે. અને હવે પેચવર્કની સાથોસાથ નવા રોડ રસ્તા બનાવવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઇસ્ટઝોનના 6 વોર્ડના તમામ રોડ રસ્તાઓ પેવરથી મઢવા માટે તંત્ર દ્વારા બે વર્ષ માટેનુ રૂા.66.57 કરોડનું ટ્રેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેના લીધે ઇસ્ટઝોનના તમામ વિસ્તારોમાં નવા રોડ બનવાની સાથોસાથ અનેક વર્ષોથી બંધ રહેલા અનેક રોડને નવા કનેકટીંગ રસ્તાઓ મળશે 6 વોર્ડમાં એક સાથે તમામ કામગીરી ચોમાસા બાદ શરૂ થવાની સંભાવના જોવાઇ રહી છે.

મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં રાબેતા મુજબ દર વર્ષે તૂટતા રોડ રસ્તાઓ રીપેર કરવા માટે વાર્ષિક કરોડો રૂપિયાનું આધાણ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ચોમાસા બાદ એકશન પ્લાન અંતર્ગત 18 વોર્ડમાં તૂટેલા રોડ રસ્તાઓને રીકારર્પેટ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ખર્ચમાં વધારો જોવા મળ્યો છે. હજુ ચોમાસુ બેઠુ નથી અને રોડ રસ્તઓ પણ તૂટીયા નથી પરંતુ છેલ્લા એક વર્ષથી ચાલતી ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી માટે 18 વોર્ડના તમામ શેરી ગલી સહિતના રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે.

જેના લીધે એકશન પ્લાનનાં ખર્ચમાં વધારો થયો છે અને તમામ રોડ રસ્તા રીકારર્પેટ કરવા પડે તેવી સ્થિતી ઉભી થતા તંત્રએ આ વખતે કામગીરી માટે બે વર્ષનો સમય ફાળવી રૂા.66.57 કરોડનું રોડ રીકારર્પેટ તેમજ સરફેસ સહિતનું ટ્રેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. ઇસ્ટઝોન સિટી ઇજનેરના જણાવ્યા મુજબ આમ તો આ કામગીરી રુટીન ગણાય છે. પરંતુ ડીઆઇ પાલપ લાઇન માટે શહેરના તમામ રોડ રસ્તાઓ ખોદવામાં આવેલ જેના ઉપર ફકત પેચવર્ક કરવાથી કામ થઇ શકે તેમ નથી આથી મુખ્યમાર્ગેને ફરજિયાત રી-કારર્પેટ કરવા પડે તેમ છે. જેના લીધે ટ્રેન્ડરની રકમ ઉચી રાવામાં આવી છે. ઇસ્ટઝોનમાં છ વોર્ડના તમામ રોડ રસ્તાઓ રી કારર્પેટ અને સરફેર કરવા માટે રૂા.66.57 કરોડનો ખર્ચે મનપા દ્વાર કરવામાં આવશે જેના લીધે નવા રોડ રસ્તાની સાથોસાથ ઇસ્ટઝોનના વર્ષોથી બંધ રહેલા અને અનેક સોસાયટીઓ તેમજ મુખ્યરોડને જોડતા રસ્તાઓ ખુલા કરવામાં આવશે આ તમામ કામગીરી ટ્રેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવત નવરાત્રી દરમિયાન કરવામાં આવશે.

પેચવર્ક કામમા પણ લોલંલોલ..
ડીઆઇ પાઇપ લાઇન માટે ખોદવામાં આવેલ મુખ્યમાર્ગે સિવાયની શેરી ગલીઓ તેમજ સોસાયટીઓના રોડ રસ્તાઓ ઉપર પેચવર્કની કાર્યવાહી ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. જેમા મોટો ભ્રષ્ટાચાર અચરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. લોકોના જણાવ્યા મુજબ ચરેડામાં પથ્થર નાખ્યા બાદ ઉપર મોરમ પાથરી પાણી છાટવામાં આવે છે. ત્યાર બાદ પથ્થર દેખાય ત્યા સુધીની ધૂળ બ્રસ મારફતે સાફ કરી ડામર રેડીયા બાદ માલ પાથર વામાં આવતો હોય છે. પરંતુ હાલમા ચાલતા કામમાં પથ્થર ઉપર મોરમ નાખી પાણી છાટયા વગર માલ પાથરી રોલર ફેરવી દેવામાં આવી રહ્યું છે. જેના લીધે ભારે વરસાદ થશે ત્યાર આ તમામ પેચવર્ક પાણીમાં વહી જવાનો ભય ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *