શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી બનતી ક્ધસ્ટ્રક્શન સાઇટો ઉપરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી અલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરતા બે શખ્સો અને તેને ખરીદનાર વેપારી સહીત ત્રણ શખ્સો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા આવા તત્વો પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા અટકાયતી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરવામાં આવતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મનોજ કાંતિભાઇ સોલંકી (ઉં.વ. 30):* હાલ રહે. હુડકો ચોકડી, નાડોદાનગર શેરી નં. 3, કોઠારીયા રોડ, રાજકોટ. આરોપી ભંગારનો ડેલો ધરાવે છે અને ચોરીનો માલ રાખવાના કૃત્યમાં સામેલ હતો. તેને પાસા હેઠળ મહેસાણા જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. જયારે ચોરી કરનાર રોહિત ઉર્ફે બાવલો મનજીભાઇ વાઘેલા (વાજેલીયા) (ઉં.વ. 20): (રહે. મોટા મવા ગામથી પરસાણા ચોક, ઝૂંપડામાં, કણકોટ રોડ, રાજકોટ) સામે પાસાનું વોરંટ બજાવી અમદાવાદ જેલ હવાલે કરાયો છે. અને કલ્પેશ અર્જુનભાઇ માથાસુરીયા (ઉં.વ. 21) (રહે. ભીમનગર સર્કલ બાજુમાં, મચ્છી માર્કેટ પાસેના ઝૂંપડામાં, રાજકોટ)રહેતા અને શાકભાજીનો ધંધો કરતા આ આરોપીને પાસા હેઠળ પાલનપુર જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, આ આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુના નોંધાયેલ છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) શ્રી બી.બી. બસીયાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની આગેવાની હેઠળ એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, અનિલભાઇ સોનારા,કનકસિંહ સોલંકી, ગિરિરાજસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડા , હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
