રાજકોટ મહાનગરપાલિકાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં માત્ર બે જ દરખાશો આવી હતી. જેમાં રાજકોટ શહેરના હરિયાળુ બનાવવા માટે મહાનગરપાલિકાના અલગ અલગ કચેરીઓ લાઈન સોપારી પાર્ક સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં 72,000 થી પણ વધુ વૃક્ષો 66 લાખના ખર્ચે વાવવામાં આવશે. બીજી દરખાસ્ત માધાપર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મેન્ટેનન્સની કામગીરી સોપવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં પર્યાવરણનું જતન કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ ટ્રાન્સપોર્ટ પ્લોટ્સ અને લાયન સફારી પાર્ક ખાતે વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એક વર્ષના વાર્ષિક ટાર્ગેટ મુજબ આશરે 72,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેમનો ટોટલ ખર્ચ 66 લાખથી પણ વધુ થશે. રાજકોટ શહેરના મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ પ્લોટ્સ અને ખુલ્લી જગ્યાઓમાં આ વૃક્ષારોપણ માટે ’મિયાવાકી પદ્ધતિ’ અપનાવવામાં આવશે. આ પદ્ધતિની વિશેષતા એ છે કે તેમાં વૃક્ષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે, જે ટૂંક સમયમાં જ જંગલ જેવું સ્વરૂૂપ ધારણ કરી લે. તેવા શહેરમાં 66 લાખના ખર્ચે 72 હજાર વૃક્ષો એક વર્ષમાં વાવવામાં આવશે.
મનપા દ્વારા હાથ ધરાનાર આ વૃક્ષારોપણની કામગીરી પાછળ અંદાજિત 66 લાખ રૂૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ વૃક્ષારોપણની જાળવણીની જવાબદારી ’ માનવસેવા ટ્રસ્ટને સોંપવામાં આવી છે. આ સંસ્થા ચાર વર્ષ સુધી આ વૃક્ષોની દેખરેખ રાખશે. આ પ્રોજેક્ટના માધ્યમથી રાજકોટ શહેરને વધુ હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાનો મનપાનો નિર્ધાર છે.
