લોધિકા અને શાપરમાંથી રૂા.2.42 લાખના ગાંજા સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો સપાટો, જામનગર અને શાપરના સપ્લાયરનું નામ ખુલ્યુ રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર એસઓજીની ટીમે સપાટો બોલાવી શાપર…

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો સપાટો, જામનગર અને શાપરના સપ્લાયરનું નામ ખુલ્યુ

રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર એસઓજીની ટીમે સપાટો બોલાવી શાપર વેરાવળ અને લોધિકામાં દરોડો પાડી રૂૂ.2.42 લાખના ગાંજા સાથે મહિલા સહીત ત્રણની ધરપકડ કરી પુછપરછ કરતા જામનગર અને શાપરના સપ્લાયરનું નામ ખુલ્યું હતું.

રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહગુર્જર દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપી હોય જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે બે દરોડા પડ્યા હતા. જેમાં શાપર વેરાવળ સર્વોદય સોસાયટી ભાડાના રહેણાંક મકાનમાં રહેતી જ્યોતિબેન વસંતભાઇ પાંડુભાઇ ગૌસ્વામીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ત્યાંથી 3 કિલો 972 ગ્રામ ગાંજો જેની કિ.રૂૂ.1,98,600 મળી કુલ રૂૂ.2,33,600 ના મુદ્દામાલ સાથે સાવરકુંડલાના હિરા ઘસવાનું કામ કરતા મહેન્દ્રભાઇ ભોલાભાઇ બારૈયાની ધરપકડ કરી હતી. પુછપરછ કરતા જામનગર શંકર ટેકરી બુધીયાનું નામ ખુલ્યું હતું.

બીજા દરોડામાં રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જતા જાહેરરસ્તા પરથી સરદાર ચોક પાસે આવેલ જસ્મનીભાઇ મનસુખભાઇ દોંગાની વૈભવ સ્ટીલ નામના કારખાનાની ઓરડીમાં રહેતા મુળ-બરકા થાના-ખેર પોસ્ટ-ઉદયપુર જિલ્લો-અલીગઢ રાજય-ઉત્તર પ્રદેશના શાહરૂૂખખાન મીઠ્ઠનખાન (ઉ.વ-24)ને 44 હજારના 906 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.જેની પુછપરછમાં શાપરના બસીર ખાનનું નામ ખુલ્યું હતું. એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી તથા શાપર-વેરાવળ પી.આઈ આર.બી.રાણા, તથા એસ.ઓ.જી.શાખાના પીએસઆઈ જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ.ફિરોઝભાઇ બ્લોચ, તથા પો.હેડ.કોન્સ.વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયાતથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ, રધુભાઇ ત્રકટા, વિપુલભાઇ ગોહિલ,તથા શાપર વેરાવળ પો.સ્ટે.ના મહિલા લોકરક્ષક નિમુબેન મેતા, ડ્રા.પો.કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા એ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *