શહેરમાં રહેતા મહિલા શિક્ષિકા ગઈકાલે તેના સાર્થી કર્મીઓ સાથે નોકરીએથી કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા.ત્યારે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પતિએ તેના મિત્ર સાથે આવી તેણીની કારમાંથી હાથ પકડી નીચે ઉતારી ગાળો ભાંડી મારી દિકરીના ડોકયુમેન્ટ આપી ધમકી આપી હોવાથી સહકર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા પતિ અને તેનો મિત્ર ફરાર થઈ ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,શહેરની નિવેદીતા સોસાયટીમાં માવતરે રહેતા અને નેકનામ ગામે આવેલી તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભુમીકાબેન પટેલે યુનિ.પોલીસમાં થાનગઢ રહેતા પતિ ક્રોમીક કિશોર પટેલ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી દંપતિ વચ્ચેના અણબનાવને કારણે તેના પિતાના ઘરે રહે છે.
ગતસાંજે તેણી તેના સહકર્મચારીઓ સાથે કારમાં નોકરીએથી પરત રાજકોટ આવી ત્યારે બહ્યનાંદ સોસાયટી મેઈન રોડ નવી કોર્ટ પાસે જામનગર રોડ પર તેણીની ગાડી પાસે પતિ અને તેનો મિત્ર પ્રદિપ રબારીએ ગાડી ઉભી રાખી બાદ પતિએ તેણીનો હાથ પકડીને કહ્યું કે તું ગાડીમાંથી નીચે ઉતર મારે વાત કરવી છે કહી ગાળો ભાંડી હું તને જીવવા નહીં દઉં, તુ જોઈ લેજે કહી ધમકી આપી તું મારી દિકરીને મુકીને જતી રહેલ છે.
મારી દિકરીના ડોકયુમેન્ટની ફાઈલ મને આપે જેથી તેણીના સાથી કર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા જ પતિ અને તેનો મિત્ર નાશી છુટયા હોવાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
