લોધીકા તાલુકાના પારડી ગામની પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનાનો કેસ ચાલી છતાં ગોંડલની અદાલતે પતિ, સાસુ અને જેઠને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ લોધીકા તાલુકાના પારડી ગામની કિરણબેન પરમાર નામની પરણીતાને પતિ કિશોર પરમાર દ્વારા ચારિત્ર અંગે શંકા કરી દુ:ખ ત્રાસ આપતા હોવાથી બંને પરિવારની સમજૂતી બાદ દંપતીએ છૂટાછેડા લીધા હતા બાદ પરણીતા સ્વચ્છતાએ પોતાના સાસરીયામાં ફરીથી રહેવા આવી ગઈ હતી. બાદ પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા કિરણબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બાદ આ બનાવમાં રાજકોટ શહેરના આંબેડકરનગરમાં રહેતા મૃતક કિરણબેનના માતા કાંતાબેન વિરજીભાઈ સિંગલે શાપર વેરાવળ પોલીસ મથકમાં મૃતક કિરણબેનના પતિ કિશોર લાખાભાઈ પરમાર, સાસુ ડાહીબેન પરમાર અને જેઠ અમુભાઈ પરમાર દ્વારા ત્રાસ અપાતા આ પગલું ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની ચુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવપક્ષના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ ધ્યાને લઈ ગોંડલની અદાલતે પતિ,સાસુ અને જેઠને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કામમાં બચાવ પક્ષના એડવોકેટ તરીકે વિજયરાજસિંહ જાડેજા અને એસ.કે ચનિયારા રોકાયા હતા
