ભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિ

રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ માંડ્યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત બનાવવા…

રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ માંડ્યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે હાઇકોર્ટ બેંચ માટે આવતી કાલે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા હાઇકોર્ટની બેન્ચની માંગણી સંદર્ભે આવતી કાલે ભાજપ કાર્યાલય ખાતે રાજકોટના સાંસદો, ધારાસભ્યો અને વકીલોની અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલ પ્રતિનિધિઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા છેલ્લાં ઘણા સમયથી વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે તેમ છતાં સફળતા ન મળી હોય તેમ અત્યાર સુધીમાં હાઇકોર્ટની બેંચ મળી નથી ત્યારે વકીલોએ હાઇકોર્ટની બેંચ માટે લડત શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટના વકીલો દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં 111 શ્રીફળ વધેરી રાજકોટમાં હાઇકોર્ટની બેંચ લાવવા કાનૂની લડતના મંડાણ માંડ્યા હતા. એટલું જ નહીં પરંતુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વકીલ મંડળો અને જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનોને સાથે લઈને હાઇકોર્ટની બેંચ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર કચ્છમાં 10 જેટલા જિલ્લા આવે છે જેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લા મળી 85 જેટલાં નોંધાયેલા બાર એસો. થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આશરે 25000 થી 28000 એડવોકેટો છે. જેથી હાઇકોર્ટ બેંચની લડતમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોને જોડવા જરૂૂરી છે. જેમાં તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ સહમતી દાખવી તા. 24 ઓગસ્ટના બેઠક યોજવા નક્કી કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂૂપે આવતીકાલે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા શીતલ પાર્ક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરે 11.30 કલાકે રાજકોટ હાઈકોર્ટ બેન્ચ એક્શન કમિટીના વકીલો, અલગ અલગ વકીલ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલો, રાજકોટના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રજા પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *