ધાર્મિક વિધિના બહાને ઠગાઈ કરતાં રાજકોટનાં ત્રણ પકડાયા

રાજકોટ જિલ્લામાં ચાર સહિત 20 ગુનાને અંજામ આપ્યો, અમુક નાની નાની રકમ ગઈ ત્યાં ફરિયાદ પણ થઈ નથી 2.50 લાખનો મદ્દામાલ જપ્ત, આજી ડેમ પાસે…

રાજકોટ જિલ્લામાં ચાર સહિત 20 ગુનાને અંજામ આપ્યો, અમુક નાની નાની રકમ ગઈ ત્યાં ફરિયાદ પણ થઈ નથી

2.50 લાખનો મદ્દામાલ જપ્ત, આજી ડેમ પાસે ભારતનગરમાં રહેતા ત્રણેયની સઘન પૂછપરછ

બીમારી અને દુ:ખ દર્દ દૂર કરવા તેમજ ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોનો વિશ્વાસ જીતી, સોનાના દાગીના અને રોકડની છેતરપિં કરતી રાજકોટની એક રીઢા ગુનેગારોની ગેંગને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની દબોચી લીધા હતાં. અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં બનેલા છેતરપિંડીના 20 જેટલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.

આ ટોળકી મોટર સાયકલ પર સવાર થઈ અલગ અલગ જિલ્લાના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં જતી હતી. રસ્તો પૂછવા કે પાણી પીવાના બહાને તેઓ કોઈના ઘરે જઈ પરિવારની વિગતો જાણી લેતા હતાં. ત્યારબાદ પોતે રામાપીરના ભગત છે અને રામામંડળ રમે છે તેવી ઓળખ આપી, ઘરના કોઈ સભ્યની બીમારી કે તકલીફ દૂર કરવાની લાલચ આપતા હતાં. વિધિ કરવાના બહાને સોનાના દાગીના સફેદ કપડામાં રખાવી નજર ચૂકવીને ફરાર થઈ જવાની તેમજ મોડસ ઓપરેન્ડી હતી. અમરેલી એલસીબીએ બાતમીના આધારે રાજકોટના આજીડેમ પાસે આવેલા ભારતનગર વિસ્તારમાં રહેતા રમેશ ઉર્ફે રમેશનાથ જવેરભાઈ લકુમ ઉ.વ.45, ભરત ઉર્ફે ભરતનાથ સુરાભાઈ લકુમ ઉ.વ.48,ઉપેન્દ્ર મીઠાભાઈ લકુમ ઉ.વ. 41 પાસેથી રોકડ રકમ 18,000 સોનાના ઢાળીયા કુલ 3 નંગ આશરે 18 ગ્રામ કિંમત 2,07,000 મોટર સાયકલ એક મોબાઈલ ફોન સહિત કુલ 2,50,500 નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સોની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે રાજકોટ શહેરના રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે એક ઘરે પાણી પીવાના બહાને વૃધ્ધ સાથે પોતે રામદેવપીરના સેવકો હોવાનું કહી દિવેલના પૈસા અંગે વાતચીત કરી ત્રણ હજાર રૂપિયા પડાવ્યા હતાં. તેમજ લોધિકાના રાવકીમાં એક ભાઈ પાસેથી 8 હજાર રૂપિયા તેમજ પાળ ગામમાં 23 હજાર રૂપિયા અને મોરબી રોડ પર એક ભાઈ પાસેથી રસ્તો પુછવાના બહાને વિશ્ર્વાસમાં લઈ રોકડા 2 હજાર રૂપિયા પડાવ્યા હતાં.

તેમજ વડિયાના જુના બાદલપુર ને અરજણસુખમાં સોનાની બુટ્ટીઓ તથા બગસરાના પીઠડીયા ગામેથી ઘરેણાં તફડાવ્યા હતાં. આ ઉપરાંત ધ્રોલ, કાલાવડ, તેમજ જસદણ અને ટંકારા પંથકમાં રામામંડળના દીવેલના નામે રોકડ રકમની છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે. અગાઉ પણ માણાવદર અને રાજકોટ શહેરના પોલીસ મથકોમાં છેતરપિંડી અને મારપીટ જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત ે માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.ડી.ચાવડા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *