રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરી

રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારના સામાનમાંથી કોઈ અજાણ્યો શખસ બેગ ચોરી કરી ગયો હતો. જે બેગમાં રોકડ રૂૂપિયા 20,000, ઘડિયાળ અને કપડાં સહિત…

રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારના સામાનમાંથી કોઈ અજાણ્યો શખસ બેગ ચોરી કરી ગયો હતો. જે બેગમાં રોકડ રૂૂપિયા 20,000, ઘડિયાળ અને કપડાં સહિત કુલ રૂૂપિયા 27,300 હોય જે ચોરી કરી ગયા અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કેશોદમાં માંગરોળ રોડ પર પીપળીયાનગરમાં રહેતા મહેન્દ્રભાઈ શામજીભાઈ વણપરિયા (ઉ.વ. 58) નામના પ્રૌઢે રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા. 20/1ના સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં પરિવાર સાથે કોચ નંબર એ-ટુ માં સુરતથી કેશોદ આવવા માટે સુરત રેલ્વે સ્ટેશન પરથી સાંજના 05:45 વાગ્યા આસપાસ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા. તા. 21/1 ના સવારે 10:00 વાગ્યા આસપાસ રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન પહોંચતા તેમના પરિવારના સભ્યો સુતા હોય અને તેઓ રાજકોટ રેલવે સ્ટેશન આવતા વોશરૂૂમ માટે ગયા હતા અને થોડીવારમાં પરત આવીને મુસાફરી દરમિયાન સાથે રહેલા તેમનો સામાન જે રિઝર્વેશન સીટ નીચે રાખ્યો હતો તે ચેક કરતા એક લાલ કલરની બેગ જોવા મળી નહીં.

બાદમાં ટ્રેનના કોચમાં તપાસ કરતા અને અન્ય મુસાફરોને આ બેગ બાબતે પૂછતા એક મુસાફરે જણાવ્યું હતું કે, હમણાં જ એક શખસ તમે કહો છો તેવું બેગ લઈને જતાં મેં જોયો હતો તેવું જણાવ્યું હતું. આ બેગમાં લેડીઝ કપડા તથા ટાઇટન કંપનીની કાંડા ઘડિયાળ કિં.રૂૂ. 2800 અને બેગમાં રાખેલ રોકડ રૂૂપિયા 20,000 મળી કુલ રૂૂપિયા 27,300 ની મત્તા સાથેની આ બે ટ્રેનમાંથી કોઈ અજાણ્યો શખસ ચોરી કરી ગયો હતો. જે અંગે તેમણે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *