2026માં ક્રિકેટના ત્રણ વિશ્ર્વ કપ અને ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે

11મીથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝથી નવા વર્ષનો થશે પ્રારંભ ભારત અને ભારતીય સ્પોર્ટ્સપર્સન્સ માટે 2025નું વર્ષ કેટલીક નિરાશાઓને બાદ કરતા એકંદરે રોમાંચક…

11મીથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝથી નવા વર્ષનો થશે પ્રારંભ

ભારત અને ભારતીય સ્પોર્ટ્સપર્સન્સ માટે 2025નું વર્ષ કેટલીક નિરાશાઓને બાદ કરતા એકંદરે રોમાંચક અને ગૌરવશાળી બન્યું અને હવે 2026ની નવી સાલ ભારતીય ખેલકૂદ માટે સિરીઝો અને સ્પર્ધાઓનો ખજાનો લઈને આવી ગઈ છે. ક્રિકેટ સહિત ઘણી રમતોમાં ભારતીયોને વિશ્વ ખિતાબ જીતવાની તક મળશે.

2028મા લોસ ઍન્જલસમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાવાની છે અને એ માટેના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટેલન્ટ અને ક્ષમતા બતાવવાની ભારતીય ખેલવીરો અને વીરાંગનાઓને તક મળશે. ભારતના જૂના-ખેલાડીઓ તથા ઍથ્લીટો મેડલના મંચ પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આપણે અહીં 2026ના નવા વર્ષમાં ચંદ્રકો અને ટ્રોફી જીતવા શેમાં તક મળવાની છે એના પર નજર કરીએ.

2026ના પહેલા ત્રૈમાસિક ગાળામાં તો ક્રિકેટના સ્ટેડિયમો જ ગૂંજતા રહેશે. આ સમયગાળાની શરૂૂઆત ન્યૂ ઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝથી થશે જેમા વિરાટ કોહલી અને રોહિત શર્મા હજારો પ્રેક્ષકોને સ્ટેડિયમ તરફ આકર્ષશે અને કરોડો દર્શકો ટીવી સામે ગોઠવાયેલા રહેશે. યાદ રહે, 2026ના વર્ષમાં આઇપીએલ ઉપરાંત ક્રિકેટના ત્રણ-ત્રણ વર્લ્ડ કપ રમાવાના છે અને આવું જવલ્લે જ બનતું હોય છે એટલે 2026નું વર્ષ મોટા ભાગે ક્રિકેટમય બની રહેશે એમાં બેમત નથી.

જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ
(1) 11મી જાન્યુઆરીએ ભારત-ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ શરૂૂ થશે અને ત્યાર પછી પાંચ મેચની ટી-20 શ્રેણી પણ રમાશે.
(2) 15મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ઝિમ્બાબ્વે અને નામિબિયામાં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ રમાશે.
(3) અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલના બીજા જ દિવસે મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂૂ થશે. ભારત અને શ્રીલંકામાં આ વિશ્વ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલશેર.
(4) 12 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ટેનિસની ઑસ્ટ્રેલિયન ઓપન રમાશે.
(5) 1 માર્ચથી એએફસી વિમેન્સ એશિયન કપ ફૂટબોલ સ્પર્ધા રમાશે.
(6) 3જી માર્ચે બેડમિન્ટનની ઑલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપ શરૂૂ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *