કાલાવાડ રોડ પર ઈશ્વરીયા ગામે એપલ એલીગન્સમાં રહેતા અને ઈન્દીરા સર્કલ પાસે એડવોકેટ વિનોદભાઈ જોષીની ઓફીસમાં જુનીયર વકીલ તરીકે પ્રેકટીસ કરતા નિલેશભાઈ કિશોરભાઈ બાબરિયાએ ભાર્ગવ વિપુલભાઈ જોષી અને બે અજાણ્યા સહીત ત્રણ શખ્સો સામે લૂંટ અંગેની ફરીયાદ કરી હતી.આ ઘટનામાં પોલીસે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી છે.
ફરીયાદમા જણાવ્યુ હતુ કે સવારે નિલેશભાઈ તેમજ ધુમનભાઈ, પ્રણવભાઈ સાંગાણી ઓફીસમાં કામ કરતા હતા હતા તે સમયે વિનોદભાઈ જોષીનો ભત્રીજો અવાર નવાર ઓફીસે આવતો હોય તે તેમજ તેની સાથે બે શખસો મોઢે માસ્ક બાંધેલી હાલતમાં ધસી આવ્યા હતા અને ભાર્ગવએ આવી વિનોદકાકા ક્યા છે.જેથી નિલેશભાઈએ કહેલ કે હમણા આવશે.જેથી ભાર્ગવે નેફામાંથી છરી કાઢી હવે કોઈની વાટ નથી જોવી કહી તેને છરી બતાવી બધાય તેના મોબાઈલ આપી દો કહેતા ગભરાયેલા બધાએ તેના મોબાઈલ કાઢીને આપી દિધા હતા.
બાદમા તેને બધા કોમ્પ્યુટરો મારે લઈ જવાના છે જેથી તેને વાયર છોડાવી દિધા હતા અને બે કોમ્પ્યુટરો અને ફાઈલો ઉઠાવી નીચે ઉપરી મોબાઈલ પરત ફેકી નાસી ગયા હતા.બાદમાં બહાર જઈને તપાસ કરતા આરોપીઓ કારમાં નાસી ગયા હતા હોય વિનોદભાઈને ફોન કરી જાણ કરી હતી. જેમા વિનોદભાઈને પણ ભત્રીજા ભાર્ગવએ ફોન કર્યો હતો જેમા તેને કહ્યુ હતુ કે તમારે જે ફરીયાદ કરવી હોય તે કરી લેજો હું તમને શાંતીથી નહી રહેવા દવ અને જાનથી મારી નાખીશ અગાઉ ફરીયાદ કરી હતી તેમા સમાધાન થઈ ગયા બાદ મને કેમ કોર્ટે બોલાવે છે.તમારાથી થાય તે કરી લેજો કહ્યું હોવાનુ જણાવતા પીએસઆઈ રાઠોડ સહીતે ગુનો નોંધ્યો હતો.
આ ઘટનામા યુની.પોલીસના પીઆઇ એચ.એન.પટેલ,એલ.સી.બી. ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા,પો.સબ.ઇન્સ. એચ.એમ.મણવર,પીએસઆઇ જે.એન.ખટાણા,જીજ્ઞેશભાઇ મારૂૂ, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર,એલ.સી.બી. ઝોન-2ના એ.એસ.આઇ. જે.વી.ગોહિલ સહિતના સ્ટાફે આરોપી ભાર્ગવ વિપુલભાઇ જોષી રહે.હાલ (રહે.સેક્ટર-14 બ્લોક નં.289 ગાંધીનગર મુળ રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ, જીવનધારા-2,3),રીકી નિલેષભાઇ ભાડજા(રહે.સેક્ટર-24 મહાદેવ પી.જી. ગાંધીનગર) અને રાજભાઇ તેજશભાઇ વાણીયા (રહે.ગીરનાર રોડ લોધાવાડના પાટીયે જુનાગઢ)ની ધરપકડ કરવામાં આવી હતી.
