ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયો

મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે…

મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે સ્ટેશનને રાત્રે ઉતર્યા હતા ભક્તિનગર રેલ્વે સ્ટેશનથી દ્વારકા જવા માટે ટ્રેનની પૂછતાછ કરતા હતા. દરમિયાન ફરિયાદી મહિલા પાણી પીવા માટે થેલો ત્યાં બાકડા પર રાખ્યો હતો દરમિયાન કોઈ શખસ તેમનો આ થેલો તફડાવી ગયું હતું. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તેનામાં સોનાનો ચેન અને રૂૂપિયા 13,000 રોકડ હતા.

ચોરીના આ બનાવને લઈ રેલવે પોલીસના પીઆઇ એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી.જે.જાડેજા, કે.યુ.વાળા, હર્ષદભાઈ મેસવાણિયા, ઘનશ્યામભાઈ ચાવડા, સાગરભાઇ ચાવડા, હાર્દિકભાઈ કાતરીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં મહિલાનો થેલો તફડાવનાર રાજકોટના વિજય પ્લોટ શેરી નં.6 માં લોધાવાડમાં રહેતા રાહુલ પરેશ જરીયા (ઉ.વ.22) ને ઝડપી લીધો હતો.

આરોપીએ થેલામાંથી સોનાનો ચેન અને રોકડ રૂૂ.13 હજાર કાઢી થેલો રસ્તામાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ અને ચેન સહિત રૂૂ.2.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા શખ્સનો પૂછતાછ કરતા તે વેરાવળ જવા માટે ભક્તિનગર રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો. દરમિયાન થેલો નજરે પડતા અને થેલો રાખનાર મહિલા પાણી પીતા હોય જેથી તકનો લાભ લઇ થેલો તફડાવી લીધાનું રટણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *