દાણાપીઠમાં અનાજ કારીયાણાની ત્રણેક દુકાનના તાળા તોડી ચોરીની ઘટના સામે આવી છે.આ પ્રથમ ઘટનામાં સાધુવાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતા રવિભાઇ હર્ષદભાઇ કોટક(ઉ.34)ની દુકાનના તાળા તોડી દુકાનમાંથી 17 કાર્ટુન ગોળ અને 10 કિલો ખજૂરનો જથ્થો તેમજ વેપારના રૂૂપિયા 9,870 સહિત 28 હજારની મતા કોઈ અજાણ્યો તસ્કર લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રવિભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારે દાણાપીઠ સ્વામી નારાયણ શેરી પુનમ ટ્રેડીંગની સામે જલારામ ટ્રેડસ નામની અનાજ કરીયાણની દુકાન આવેલ છે.ગઇ તા.03/01ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ મે મારી અનાજ કરીયાણા ની દુકાન બંધ કરીને મારા ઘરે જતા રહેલ હતો અને બીજા દિવસે રવીવાર હોય જેથી હુ દુકાને આવેલ નહી અને ત્યાર બાદ તા.05/01 સવારના હું મારી દુકાને આવેલ અને અમો એ જોયુ તો અમારી દુકાનનું તાળુ તુટેલ હાલતમાં જોવામાં આવેલ અને દુકાનનું શટર બંધ હાલતમાં હોય જેથી મે શટર ઉચુ કરીને દુકાન ખોલતા દુકાનની અંદર રાખેલ અનાજ કરીયાણાને લગતો સમાન વેર વીખેર હાલતમાં પડેલ જોવામાં આવ્યો હતો.
જેથી દુકાન અંદર તપાસ કરતા દુકાનની અંદરથી સંતક્રુપા કંપનીના ગોળના કારટૂન નંગ-17 જેની કી.રૂૂ.16,830 અને છુટક ખજુર આશરે 10 કિલો જેની કી.રૂૂ.1,500 તેમજ દુકાન અંદર રાખેલ વેપાર ના રોકડ રૂૂ.9870/- એમ કુલ રૂૂ. 28,200નો મુદ્દામાલ હાજર નહીં મળતા ચોરી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
જ્યારે અન્ય ફરિયાદમાં જંકશન પ્લોટમાં રહેતા અને દાણાપીઠમાં નીમેષ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ચલાવતા નીમેષભાઈ રાજેન્દ્રભાઈ કોટકે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.2ના રોજ તેની દુકાને જતા દુકાનના તાળા તુટેલા હોય અને સમાન વેર વીખેર હોય ચોરી થયાની જાણ થતા તેની દુકાનમાંથી તસ્કરો 37 હજારની રોકડ અને શીંગ તેલના ડબ્બા મળી 60 હજારની મતા ચોરી કરી ગયાનું જણાવતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા કરિયાણાની દુકાન તેમજ બાજુમાં આવેલી જલારામ ટ્રેડર્સની દુકાનમાંથી ખજુરના કાર્ટુન તેમજ રોકડ ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા તસ્કરો મોટી ગાડી લઇને આવ્યા હતા અને ખજૂર અને ગોળનો જથ્થો લઇ જતા નજરે પડે છે. તેમજ હાલ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે કે, નાળીયેરનો વેપાર કરતી મહિલાના ગલ્લામાંથી પણ મોટી રકમ ચોરાઇ હતી.
