જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીને ત્યાં દરોડા, પાંચ ઝડપાયા

રાજકોટ જીલ્લ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારી ઉપર ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમે દરોડા પડ્યા હતા. જેમાં 46 હાજરની ચાઇનીઝ દોરી અને તુક્કલ સાથે…

રાજકોટ જીલ્લ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારી ઉપર ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમે દરોડા પડ્યા હતા. જેમાં 46 હાજરની ચાઇનીઝ દોરી અને તુક્કલ સાથે પાંચ વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ જીલ્લાના ગોંડલ અને શાપર વેરાવળમાં પોલીસે ચેકિંગ કર્યું હતું.

રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી પોલીસે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાં ગોંડલ ભગવતપરા ચબુતરાવાળી શેરીમાં રહેતા ભાર્ગવભાઇ ઉર્ફે ભોલુ દિનેશભાઇ બાબરીયાને ત્યાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીકની ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ73કી.રૂૂ.18,250/- તથા તુક્ક્લ કુલ નંગ-40 કી.રૂૂ.2000 એમ કુલ કી.રૂૂ.20250નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

તેમજ ગોંડલ ભગવતપરા શેરી નં.23 માં રહેતા હનીફભાઇ ઓસમણભાઇ નાલબંધ ને ત્યાં થી પણ દોરીની ફીરકીઓ નંગ73કી.રૂૂ.18,250/- તથા તુક્ક્લ કુલ નંગ-40 કી.રૂૂ.2000 એમ કુલ કી.રૂૂ.20250નો મુદ્દમાલ કબજે કર્યો હતો. ઉપરાંત જસદણમાં કમળાપુર,મદાવા રોડ રામાપીરના મંદીર પાછળ રહેતા અભિષેકભાઈ ભરતભાઈ ઉગરેજીયા પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ-05 કુલ કિ.રૂૂ.2500 મળી આવી હતી. શાપર વેરાવળમાં સર્વોદય સો.સા શેરી નં.05માં રહેતા અશરફ ઉર્ફે જીગો ઓશમાનભાઇ રાવમાને પોલીસે મોનો સ્કાય ચાઇનીઝ રીલ નંગ-03 કિ.રૂૂ.600 સાથે ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *