ભગવાન શ્રી કૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવવા વિશ્ર્વભરમાં થનગનાટ

દ્વારકામાં કાલે રાત્રે 12ના ટકોરે જય દ્વારકાધીશના ગગનભેદી નાદ વચ્ચે થશે દિવ્ય આરતી કૃષ્ણનગરીએ સોળે શણગાર સજ્યા, વિશેષ ભોગ ધરવામાં આવશે, માનવ મહેરામણ ઉમટી પડશે…

દ્વારકામાં કાલે રાત્રે 12ના ટકોરે જય દ્વારકાધીશના ગગનભેદી નાદ વચ્ચે થશે દિવ્ય આરતી

કૃષ્ણનગરીએ સોળે શણગાર સજ્યા, વિશેષ ભોગ ધરવામાં આવશે, માનવ મહેરામણ ઉમટી પડશે

દેવીપુરાણમાં થયેલ નોંધ મુજબ શકિતના પ્રતિક માતા મહાકાળી દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ સ્વરૂૂપે અને શંકર ભગવાને રાધાજીના સ્વરૂૂપે માનવદેહ ધારણ કર્યા છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર ભારતમાં સમસ્ત અવતારોમાં વિષ્ણુના પૂર્ણ અવતાર મનાતા ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર જેટલું ચર્ચાસ્પદ રહયું છે, એટલું બીજા કોઈ દેવનું રહયું નથી. ભગવાન શ્રીકૃષ્ણનું નટખટ બાળપણ ચપળતાથી પરિપૂર્ણ હતું તો યુવાવસ્થા શૃંગાર રસથી તરબોળ, એક તરફ રાધા સાથે એકનિષ્ઠ પ્રેમ અને બીજી બાજુ ગરીબ બ્રાહમણ મિત્ર સુદામાથી અપાર સ્નેહ.

ભગવાન શ્રીકૃષ્ણ વિશે દેવીપુરાણની એક કથામાં એવો ઉલ્લેખ છે કે એક વખત શકિતનું પ્રતિક મહાકાળીએ ભગવાન શંકર સમક્ષ એમની ઈચ્છા પ્રગટ કરી, હું પુરૂૂષરૂૂપ લઈ તમારી સાથે પ્રેમ કરવા માંગું છું. એમનો આ પ્રસ્તાવ સાંભળીને ભગવાન શિવે એમની ઈચ્છા દ્વાપરયુગમાં પુરી થશે એવા આશિર્વાદ આપ્યા. આ કથાના અનુસંધાને માતા મહાકાળીએ દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર ધારણ કર્યો અને ભગવાન શંકરે રાધાના સ્વરૂૂપે એમની પ્રેમ સખી બનીને અવતાર લીધો.

હિંદુઓના રંગીલા ભગવાન શ્રીકૃષ્ણનું દરેક સ્વરૂૂપ એના ક્ષેત્રમાં પોતાનો અલગ પરિચય કરાવતું રહસ્યમય, ચમત્કારીક અને એટલું વિવાદાસ્પદ રહયું છે કે દુનિયાનો કોઈ જ ખૂણો એવો હશે જયાં લોકો શ્રીકૃષ્ણની લીલાઓથી અપરિચિત હશે. મહાભારતના ક્રોધી અવસરવાદી, કુશળ યોધ્ધા, દ્રઢ પ્રતિજ્ઞા અને કુટનિતિજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણની લીલાના સમગ્ર ભારતમાં જ નહી, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં અને નેપાળના સોળમી સદીના કૃષ્ણ મંદિરમાં પણ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણલીલાના દર્શન થાય છે.

શ્રાવણ માસ શરૂૂ થતા જ દેશ-વિદેશના ભાવિકોની ભીડ મથુરા, વૃંદાવન અને દ્વારકા તરફ દોડવા લાગે છે. જયાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બાળ સખાઓ સાથે બાળપણ વિતાવ્યું હતું, ગાયો ચરાવી હતી અને વાંસળીના મધુર સુર રેલાવ્યા હતા તથા ગોપીઓ સાથે રાસલીલા કરી હતી.

જન્માષ્ટમીના દિવસે કાશ્મીરથી ક્ધયાકુમારી અને કચ્છથી નાગાલેન્ડ સુધી દરેક પ્રદેશોના શહેરો અને ગામડાઓમાં ધામધૂમથી જન્માષ્ટમી ઉજવાય છે. જન્માષ્ટમી પર જ નહિ કોઈપણ સમયે શ્રીકૃષ્ણના નામ માત્રથી એમના ભકતોના મનમાં ભકિતની લહેરો ઉઠવા લાગે છે. એમને વૃજના કણકણમાં, યમુનાની લહેરોમાં, ગિરિરાજ ગોવર્ધનની શિલાઓમાં શ્રીકૃષ્ણની છબી સિવાય કંઈ જ દેખાતું નથી.

જન્માષ્ટમીના દિવસે મથુરા, વૃંદાવન કે દ્વારકા જ નહિં, પરંતુ દેશનો ખૂણેખૂણો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે બેતાબ થઈ ઉઠે છે. આ દિવસે વહેલી સવારથી ધાર્મિક વાતાવરણમાં ભકતજનોની ભીડ એકઠી થવા લાગે છે. આજથી બરાબર પર52 વર્ષ પહેલા શ્રાવણ વદ આઠમને બુધવારની મધરાતે બરાબર બારના ટકોરે જ્યારે ચંદ્ર રોહીણી નક્ષત્રમાં હતો એ સમયે માતા દેવકીની કુખે મથુરાના કારાગારમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. પાલક માતાપિતા પાસે રહીને ઉછરેલા આ પરાક્રમી બાળકે મોટા થઇને એની રાજધાની દ્વારકામાં સ્થાપી ત્યારથી દ્વારકાનું મહત્વ વધી ગયું છે. દેશના ચાર મુખ્ય યાત્રાધામોમાંનું દ્વારકા એક ધામ ગણાવા લાગ્યું. ભગવાન શ્રીકૃષ્ણની રાજધાનીની આ શહેરમાં દર વર્ષે બે થી ત્રણ લાખ ભાવિકો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશના વિખ્યાત જગતમંદિરના દર્શનાર્થે આવે છે. પાંચ હજાર વર્ષ પછી પણ જગતમંદિરનું મહત્વ એ જ રહયું છે. દર વર્ષે ખૂબજ ધામધૂમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશના મંદિરમાં જન્મોત્સવની ઉજવણીનું મહત્વ વધ્યું છે.

શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી કે ગોકુળ આઠમ, અષ્ટમીની મધરાતે બરાબર . બારના ટકોરે શ્રી દ્વારકાધીશનો જન્મોત્સવ મનાવાય છે. આ દિવસોમાં ભગવાનની નિત્ય સેવાપૂજા ઉપરાંત વિશેષ સેવાપૂજા થાય છે. આઠમની સવારે મંગલા આરતી ’બાદ ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. આ દિવસે મંદિરના શિખરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવે છે અને ભગવાનને અવનવા આભૂષણો ધારણ કરાવાય છે. જેમાં કેસરી, પીળું પિતાંબર, દુપટ્ટો, ઉપરણું તથા સુવર્ણ તેમજ હીરાજડિત શંખ, ચક્ર, ગદા અને પદમ ધરાવવામાં આવે છે. મસ્તક પર ચંદ્રકળા અને મોરપીંછ તથા ભગવાને મોહિની સ્વરૂૂપ ધારણ કરેલું એની યાદમાં સુવર્ણ જડીત વાળની લટ ધરાવવામાં આવે છે તથા કાનમાં મથુરાકૃતિ કુંડલ ધારણ કરાવાય છે.

જન્માષ્ટમીની રાત્રે અગ્યાર વાગ્યે ભગવાનને ઉત્સવનો ભોગ ધરાવાય છે. રાત્રિના નવ વાગ્યાથી જ ભાવિકો મંદિરમાં એકઠા થવા માંડે છે અને આતુરતાપૂર્વક બાર વાગ્યાની રાહ જોતા રહે છે. જે ઉત્સવ માટે હજારો ભાવિકો અહીં એકઠા થાય છે તે ઉત્સવને થોડી જ મીનીટો બાકી રહે છે ત્યારે ઉતેજના વધી જાય છે. આખરે બરાબર બારના ટકોરે ઉતેજનાનો અંત આવે છે. ગગનભેદી ઘંટારવ સાથે પડદો ખૂલે છે અને દ્વારકાધીશ ની જય ના નારાથી સમગ્ર મંદિર ગુંજી ઉઠે છે અને ભગવાનની ઉત્સવ આરતી શરૂૂ થાય છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના બુલંદ નારા સાથે ભકતજનો નાચવા માંડે છે અને આમ શ્રી દ્વારકાધીશજીની જન્મોત્સવ આરતી પરાકાષ્ઠાએ પહોંચે છે.

ધસમસતા પુરની માફક માનવ મહેરામણ નિજ મંદિરે ભણી ધસે છે. વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બને છે. બરાબર બે કલાક આવો જ ઘસારો રહે છે. બે વાગ્યે ભગવાનને મહાભોગનો પ્રસાદ ધરાય છે અને ભગવાન મહાભોગ આરોગવા પડદા પાછળ ચાલ્યા જાય છે. ભીડ ધીરે ધીરે ઘટવા લાગે છે. જેના માટે માઈલો દુરથી હજારો ભાવિકો અહીં આવે છે તે અંતે જન્માષ્ટમી ઉત્સવ પુરો થાય છે.

દર વર્ષે જન્માષ્ટમી પર હજારો યાત્રાળુઓ દ્વારકા આવે છે. દેશના ખૂણેખૂણેથી ભાવિકો અહીં એકઠા થાય છે. ભગવાનની એક ઝલક મેળવવા સૌ પડાપડી કરે છે. અમીર ગરીબનો ભેદભાવ અહીં રહેતો નથી. સૌને જગતના નાથના દર્શનની તાલાવેલી હોય છે. એક વાત ચોકકસ છે કે આવા ઉત્સવને બહાને ચારે તરફથી મૂંઝાયેલો માણસ ભગવાનના ચરણોમાં મસ્તક નમાવીને બે ઘડી પોતાના દુ:ખ દર્દને ભુલીને હળવોકુલ બની જાય છે.

દ્વારકામાં કોણ છે ? રાજા રણછોડ છે
દ્વારકાની સડક અને ગલીઓમાંથી પસાર થતા ભાવવિભોર ભક્તવૃંદમાંથી કોઈ તાર સ્વરે સાથેનાને પૂછે છે : ’દ્વારકામાં કો….ણ છે ?’ અને પછી તેની સાથે નાચતું આખુંય ‘દ્વારકામાં કોણ છે ?’ ‘રાજા વૃંદ લહેકા સાથે જવાબ ઉછાળે છે. ‘રાજા રણછોડ છે’ રણછોડ છે !’ આ જવાબનો છેલ્લો શબ્દ રોમાંચિત કરે તેવો છે એ શબ્દ છે દ્વારકામાં કોણ છે ? એ સવાલના જવાબમાં જ તે વખતે હયાત સંત, શાસક કે શેઠિયાનું નામ આવી શકે છે અને વખતોવખત એ નામ બદલાઈ પણ શકે, પરંતુ બદલી શકે કે બદલાતું રહે તેવા નામને ભકત લોકો શા માટે સંભારે ? એમના દિલમાં તો ન બદલાયેલો આ જવાબ જડાઈ ગયો છે : રાજા રણછોડ છે !
રણછોડ કહેવાતા શ્રીકૃષ્ણે દ્વારકા વસાવ્યું તે સમયથી જ તેમાં હાજર રહયા કર્યા છે એટલે તેમનું દ્વારકામાં હોવાપણું એ ભૂતકાળની ઘટના નથી, વર્તમાન દ્વારકામાં પણ શ્રીકૃષ્ણ વસતા હોવાની લોકોને આસ્થા છે. ભકતોને મન દ્વારકામાં શ્રીકૃષ્ણ છે તો જ દ્વારકા એ દ્વારકા છે એમની હાજરી ન હોય તો દ્વારકા એ દ્વારકા નથી. વખતને ખ્યાલમાં રાખીને શ્રીકૃષ્ણ અંગેની ચર્ચા બીનજરૂૂરી લાગે છે. એમના વિરાટ વ્યકિતત્વને કોઈ ચોકકસ સમય કે સ્થળની સીમામાં કેમ બાંધી શકાય ?
દ્વારકામાં કોણ છે ? એમ બોલાતી વખતે દ્વારકાનો અર્થ શ્રીકૃષ્ણ દ્વારા વસાવાયેલ કોઈ ચોકકસ નગરી ભલે થતો હોય, પરંતુ ગમે તે કૃષ્ણપ્રેમીનું દિલ દ્વારકા સમાન છે. એ પણ સમજવા જેવું છે. એવા દિલમાં રાજા રણછોડનું વસવું સહજ છે. આમેય ભકતને આધીન રહેવાની પ્રભુ કૃષ્ણની પહેલી પસંદગી છે. ભકતના દિલની દ્વારકામાં બેઠા બેઠા એ ભકતો સહિત બ્રહમાંડનો વ્યવહાર ચલાવે છે. પોતાના નામની આગળ પાછળ રાજપદ સૂચતના શબ્દોને શ્રીકૃષ્ણે નિમણુંક આપી નથી. એ તો એવા રાજા છે કે જેમનો રીતસરનો રાજ્યાભિષેક થયો જ નહી. એ તો ભાવાવિષેકથી રબાજા કહેવાતા આવ્યા છે. બાકી મથુરામાં દુષષ્ટ કંસને માર્યા પછી ત્યાંના રાજા થવાની તક તો તેમની તરુણ વયે જ આવી ઉભી હતી. આ પછી દ્વારકાની રાજગાદીએ બેસતા એમને કયાં કોઈ વારે એમ હતું ? આમ છતાં તેમણે રાજ્યવહીવટ માટે ગણરાજ્ય પધ્ધતિ પસંદ કરી. રાજગાદી ઉગ્રસેનને ધરી. આમ દ્વારકાના રાજા તો ઉગ્રસેન પરંતુ મહત્વના બધા જ નિર્ણયો માટે સૌની આંખ શ્રીકૃષ્ણ પર મંડાતી. આથી સત્રાજિત, કૃતવર્મા વગેરે કટાક્ષમાં શ્રીકૃષ્ણને દ્વારકાધીશ કહેતા. વખત જતા આ વ્યંગ વાસ્તવિક બની ગયો. કાંકરીચાળો કુસુમવર્ષમાં ફેરવાઈ ગયો. શ્રીકૃષ્ણ સૌ કોઈના દિલમાં દ્વારકાધીશ એ દ્વારકેશરૂૂપે સ્થપાઈ ગયા.
આમ શ્રીકૃષ્ણ દેખીતી રીતે રાજા ન થયા પણ તેમણે અનેક દુષ્ટ રાજાઓને પછાડયા અને ઇષ્ટ રાજાઓને પુન: પ્રતિષ્ઠિત કર્યા. એમ કરવા માટે એમણે અનેક પડકારો દીધા અને લીધા. છેવટે વિજય તો એમનો જ થતો રહયો. આવા શૂરા શ્યામ રણછોડ પણ કહેવાયા. રણછોડ એટલે યુધ્ધનું મેદાન છોડીને નાસી જનાર. મથુરા મુકામેથી આથમણી કોણે દોડી જવાનો એમનો હેતુ મથુરાને જાળવવાનો હતો, જરાસંઘને પીઠ બતાવવાનો ન હતો. કહેવાતી કાયરતામાં પણ ભારોભાર સૂઝ અને શૌર્ય ભરેલા હોય છે તેનું સચોટ ઉદાહરણ રણછોડ શ્રીકૃષ્ણ છે.
બીજાની સલામતી ખાતર પોતાની કીર્તિને કોરાણે મુકનાર રાજા રણછોડ લોકોની દિલની દ્વારિકામાં છે, છે અને છે – દ્વારકામાં કોણ છે ? એમ પૂછનાર વાસ્તવમાં અંતરમાં કોણ છે એની આંતરખોજ કરવા પ્રેરે છે અને તેનો કૃષ્ણપ્રેમી ભકતો જાતતપાસ કરીને ઝળહળતો જવાબ આપે છે -રાજા રણછોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *