કચ્છનું સફેદ રણ બન્યું ‘ફિલ્મ સિટી’: જોન અબ્રાહમ-હર્ષવર્ધન રાણેએ એકશન સીન્સ કર્યા

રણ ઉત્સવને કારણે વૈશ્ર્વિક ફલક પર ચમકેલું કચ્છ બની રહ્યું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે શૂટીંગનું હબ વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી…

રણ ઉત્સવને કારણે વૈશ્ર્વિક ફલક પર ચમકેલું કચ્છ બની રહ્યું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે શૂટીંગનું હબ

વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં રણ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે ફિલ્મી સિતારાઓનો મેળાવડો જામ્યો છે. બોલિવૂડના એક્શન હીરો જોન અબ્રાહમ પોતાની આગામી એક્શન ફિલ્મ ફોર્સ-3ના શૂટિંગ માટે હાલ કચ્છમાં છે. તેમની સાથે અભિનેતા હર્ષવર્ધન રાણે સહિતની મોટી સ્ટારકાસ્ટ પણ કચ્છના મહેમાન બન્યા છે.
છેલ્લા પાંચ કે છ દિવસથી ટીમ ધોરડો સહિતના આસપાસના વિસ્તારમાં શુટિંગ કરી રહી છે. આ ફિલ્મ એક એક્શન ડ્રામા હોવાથી કચ્છના વિશાળ સફેદ રણ અને અદભૂત લોકેશન પર મોટા પાયે એક્શન સીન્સ ફિલ્માવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું અગાઉ અમદાવાદ અને ધોરાજીમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ હવે કચ્છની પસંદગી કરાઈ છે. શૂટિંગનું શિડ્યુલ એટલું વ્યસ્ત છે કે કલાકારો વહેલી સવારે લોકેશન પર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ફિલ્માંકન ચાલે છે.કચ્છમાં અગાઉ ‘લગાન’, ‘રેફ્યુજી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી અનેક સુપરહિટ બોલીવુડ, ઢોલીવુડની ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રણ ઉત્સવને કારણે વૈશ્વિક ફલક પર ચમકેલું કચ્છ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ શૂટિંગનું મનપસંદ હબ બની રહ્યું છે. પ્રવાસન સાથે હવે ફિલ્મી દુનિયાના આકર્ષણથી કચ્છની લોકપ્રિયતા અને સ્થાનિક રોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *