અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ મંદી, માર્ચ માસમાં માત્ર સાત શિપ આવ્યા

ભાવનગર નજીકના વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે માર્ચ મહિનામાં રિસાક્લ થવા માટે આવતા શિપની સંખ્યા અંદાજ કરતા ઓછી થઈ છે. શિપ બ્રેકિંગ વ્યવસાય…

ભાવનગર નજીકના વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે માર્ચ મહિનામાં રિસાક્લ થવા માટે આવતા શિપની સંખ્યા અંદાજ કરતા ઓછી થઈ છે. શિપ બ્રેકિંગ વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રોના અનુમાન પ્રમાણે માર્ચમાં અલંગમાં 20થી 25 શિપ આવવાનો અંદાજ હતો. પરંતુ ઈરાન, અમેરીકા અને ઈઝરાયલ વચ્ચેના તણાવની સ્થિતિના કારણે માર્ચ મહિનામાં માત્ર સાત જ શિપ આવ્યા છે. બીજી તરફ અલંગમાં ગેસની જરૂૂરિયાતના માત્ર 25 ટકા જ ગેસનો પુરવઠો મળતો હોવાથી શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ ધીમી પડી છે.અલંગમાં ફેબુ્રઆરી મહિનામાં 16 શિપ રિસાકલ થવા માટે આવ્યા હતા અને તે બાદથી આંતરરાષ્ટ્રીય પરિબળો જોતા અલંગમાં માર્ચ મહિનામાં 20થી 25 શિપ આવે તેવું અનુમાન શિપ બ્રેકિંગ વ્યવસાય સાથે જોડાયેલા સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ઈરાન, અમેરીકા અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા તણાવની સીધી અસર શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં પણ જોવા મળી છે.

નાણાંકીય વર્ષ 2025-26ના છેલ્લા મહિના માર્ચમાં અલંગમાં માત્ર 7 શિપ જ રિસાકલ થવા માટે બીચ થયાં છે. બીજી તરફ અલંગમાં જરૂૂરિયાતના માત્ર 25 ટકા ગેસનો પુરવઠો મળતો હોવાથી રિસાક્લિંગ પ્રવૃતિ પણ ધીમી પડી છે. અત્યાર સુધી શિપ બ્રેકરો પાસે ગેસનો સ્ટોક હોવાથી શિપ બ્રેકિંગ કામગીરી ચાલી રહી છે. પરંતુ આગામી દિવસોમાં સ્થિતિ ચિંતાજનક થાય તેવા આસાર જોવા મળી રહ્યાં છે. નાણાંકીય વર્ષ 2024-25માં અલંગમાં 113 શિપ આવ્યા હતા. જ્યારે 2025-26માં 119 શિપ આવ્યા છે અને સાથે ટનેજની દ્રષ્ટિએ પણ સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન કોઈ ચોક્કસ સમયગાળામાં શિપની સંખ્યા 15થી 16 સુધી પહોંચી જાય છે અને ક્યારે 3થી 4 પર આવી જાય છે. જેની પાછળનું કારણ ડોલરના ભાવ અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતા કારણભૂત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *