એસએમસી દ્વારા મોરબીના વાંકનેર સિટી પોલીસ સ્ટેશનની હદમાં દારૂૂબંધી અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર 27 પર વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગાયત્રી ચેમ્બરની સામેથી એસએમસીની ટીમે વિદેશી દારૂૂના ક્ધટેનર સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ 80,86,098 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા દરમિયાન પોલીસે ક્ધટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની કુલ 28,912 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત 55,74,528 રૂૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 25,00,000 ની કિંમતનું ક્ધટેનર, 10,500 ની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન અને 1,070 ની રોકડ રકમ સહિત કુલ 80,86,098 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનાસ્થળેથી ક્ધટેનરના ચાલક અચલારામ રાજુરામ જાટ (રહે. ધીરાસર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી તેને વાંકનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે આ દારૂૂનો જથ્થો મોકલનાર મનીષ શર્મા (રહે. સીકર, રાજસ્થાન) અને મોરબીમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક રીસીવર સહિત બે વ્યક્તિઓને પકડી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલટીથી મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના અગિયારથી બારેક વાગ્યાના અરસામાં જમીને ઉભા થયા બાદ અચાનક ઉલટી થવા લાગી હતી અને યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં મોત
થોરાળા-પંચાસર રોડ પર ઇકો કાર અને ટ્રેક્ટર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો કારના ચાલક 44 વર્ષીય આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના નાની વાવડી ગામે રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ સનાવડા (ઉ.વ.75) નામના વૃદ્ધે ટ્રેક્ટર જીજે 12 એફડી 4336 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 14 જુનના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે થોરાળા-પંચાસર રોડ પર ફરિયાદીના દીકરા જીતેન્દ્રભાઈ (ઉ.વ.44) વાળા ઇકો કાર જીજે 36 એએફ 0842 લઈને થોરાળા ગામથી ઘરે આવતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે સામેથી ઇકો કાર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા જીતેન્દ્રને છીતના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ટેન્કર હડફેટે મોત
મૂળ હરિયાણાના વતની હાલ મોરબીના ટીંબડી ગામે રહેતા વિષ્ણુ ચેતરામ શર્મા (ઉ.વ.30) આરોપી પાણીના ટ્રક ટેન્કર જીજે 12 એટી 7073 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હ્ચે કે રાજસ્થાનના રહેવાસી ભાનુપ્રતાપ ગણેશભાઈ યાદવ (ઉ.વ.20) વાળા યુવાન ગત તા. 16 જુનના રોજ પોતાનું બાઈક આરજે 26 એસએક્સ 9542 લઈને પોલો સર્કલ પાસે ખોખરા હનુમાન રોડ પાસેથી જતો હતો ત્યારે પાણીના ટેન્કર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ભાનુપ્રતાપ યાદવને શરીરે ગંભીર ઈજા પહોંચતા ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે પાણીના ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
