ઉપલેટા આમ આદમી પાર્ટીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાની એન્ટ્રીથી ભડકો

સમગ્ર સૌરાષ્ટ્રમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાની વોટ બેંક વધારવા અવનવા દાવપેચ કરી રહી…

સમગ્ર સૌરાષ્ટ્રમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાની વોટ બેંક વધારવા અવનવા દાવપેચ કરી રહી છે ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આપ પાટી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થયા જુદા જુદા સમયે 12 જેટલા ઉમેદવારો તાલુકા પંચાયતની ચૂંટણી લડશે એવી જાહેરાત કરી તેમના નામની જાહેરાત કરેલ હતી. આ જાહેરાતમાં કેટલાક ટિકિટ ઈચ્છુકો કપાઈ જતા અને પોતાની મનમાની ન થતા જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં લઇ જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા પાસે પોતાને અન્યાય થતો હોવાની રજૂઆતો કરવા પહોંચી ગયેલા હતા આ રજૂઆતો બાદ હેમત ખવાની ઉપલેટા ના રાજકારણમાં એન્ટ્રી થયા અને આપમાં ઉચ્ચ કક્સાએ રજૂઆત કરી જે બાર નામ જાહેર થયા છે તેમને રદ કરાવતા અને પોતાના ટેકેદાર ને તાલુકા પંચાયતનુ સંપૂર્ણ સુકાન સોંપવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતા ઉપલેટા ના આપના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

તેવા લોકો અને અન્ય આગેવાનોએ આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે એક પ્રેસ મીટીંગ બોલાવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજીનામું આપવાની ધમકી આપી ઉપલેટાના રાજકારણમાં પ્રવેશ કરતા તેમના વિરોધમાં આ પ્રેસ મિટિંગમાં ઉપસ્થિત 20 જેટલા આગેવાનોએ કોઈ એક જ્ઞાતિ ને સવપૂર્ણ સંચાલન આપે તો ઉપલેટા શહેર તાલુકો અને ધોરાજી તાલુકા ના આપના કાર્યકરો સામૂહિક રાજીનામું આપી પોતાનો વિરોધ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડશે એવી વાત પત્રકારો સમક્ષ કરી હતીએવા લોકો ઉપર વ્રજઘાત થયો હતો અત્યારે આ પાર્ટીનું ઉપલેટા શહેર તાલુકા અને ધોરાજી શહેર અને તાલુકામાં રાજકારણ ગરમ થયું છે આવનારા દિવસોમાં મોટા કડાકા ભડાકા થાય અને મોટાભાગના આગેવાનો આપ પાર્ટી છોડી અને બીજા પક્ષો સાથે જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આપ પાર્ટીના સિદ્ધાર્થ ભેટારીયાએ જણાવેલ હતું કે જો કોઈ એક જ્ઞાતિના વ્યક્તિને આખી પાર્ટી સરને થઈ જતી હોય તો આવી પાર્ટીનું ભવિષ્ય ઉજડુ ન હોય અમો અન્ય પાર્ટીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *