પાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશે

મિસાઇલ માટેના દુર્લભ રસાયણ, બારીક સેટેલાઇટ તસ્વીરો, ડ્રોન ટેકનોલોજી અમેરિકાની શત્રુ એવી મહાસત્તાઓ આપે છે અખાતી યુધ્ધ નવા વળાંકે આવી પહોંચ્યુ છે. ઇરાની મિસાઇલોની પરફેકટ…

મિસાઇલ માટેના દુર્લભ રસાયણ, બારીક સેટેલાઇટ તસ્વીરો, ડ્રોન ટેકનોલોજી અમેરિકાની શત્રુ એવી મહાસત્તાઓ આપે છે

અખાતી યુધ્ધ નવા વળાંકે આવી પહોંચ્યુ છે. ઇરાની મિસાઇલોની પરફેકટ નિશાનબાજીથી અમેરિકા અને ઇઝરાયેલ આશ્ચર્ય ચકિત થઇ ગયા છે. અમેરિકાએ ધાર્યું હતું એનાથી વધુ લાંબો સમય ઇરાન યુધ્ધમાં ટકી તો રહ્યું છે પરંતુ વિઘાતક હુમલાઓ પણ કરી રહ્યું છે. એનું કારણ હવે સપાટી પર આવ્યું છે. રશિયા અને ચીન પોતપોતાની રીતે મિત્રભાવે ઇરાનની પડખે ચડયા છે. એમાં આ બે મહાસત્તાઓની અમેરિકા પ્રત્યેની જુગજુની અદાવત કારણરૂપ છે.

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવ વચ્ચે, ઇઝરાયેલી વાયુસેનાએ સુપ્રીમ લીડર ખામેનીના સલાહકાર અને બાસીજ ફોર્સના વડા અલી લારીજાનીને મારી રશિયા પણ મેદાનમાં ઉતરી ગયું છે, પોતાને તેહરાનની ઢાલ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. પુતિને ઈરાન સાથે મળીને એક વ્યૂહાત્મક દાવપેચ ચલાવ્યો છે જેના કારણે યુએસ લશ્કર અને ઇઝરાયલી વાયુસેના બંનેને ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને, અમેરિકન સમાચાર એજન્સી *ધ વોલ સ્ટ્રીટ જર્નલ* એ અહેવાલ આપ્યો છે કે રશિયાએ ચાલુ સંઘર્ષ દરમિયાન ઈરાન સાથે તેની લશ્કરી અને ગુપ્તચર ભાગીદારીને નોંધપાત્ર રીતે વધુ ગાઢ બનાવી છે.

રશિયા ઈરાનને સેટેલાઇટ છબીઓ અને ડ્રોન ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે, સંસાધનો જે ઈરાની લશ્કરને મધ્ય પૂર્વમાં યુએસ બેઝ પર ગોળીબાર કરવા સક્ષમ બનાવી રહ્યા છે.
રશિયાએ ઈરાનને મધ્ય પૂર્વમાં યુએસ લશ્કરી સંપત્તિઓ અને કામગીરી અંગે ગુપ્ત માહિતી પૂરી પાડી છે. વધુમાં, રશિયા આ પ્રદેશમાં યુએસ સાથીઓના લશ્કરી થાણાઓ વિશેની વર્ગીકૃત માહિતી શેર કરી રહ્યું છે – ગુપ્ત માહિતી જેણે ઈરાનને તેના આરબ વિરોધીઓ પર સતત પ્રભુત્વ મેળવવાની મંજૂરી આપી છે.

ઈરાન પડોશી દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓને પણ નિશાન બનાવી રહ્યું છે, ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુદ્ધમાં ચીન ઈરાનને મદદ કરી રહ્યું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકન કોંગ્રેસ સાથે સંકળાયેલા આયોગ ‘યુએન-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન’ને ચીન અને ઈરાન વચ્ચે સૈન્ય ભાગીદારી મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, ચીને તાજેતરમાં જ ઈરાનને આક્રમક ડ્રોન અને રોકેટ ઈંધણ બનાવવામાં ઉપયોગ થતો કાચો માલ આપ્યો હતો. આમાં મિસાઈલોનાં ઈંધણમાં સૌથી મહત્ત્વનું ઘટક ‘સોડિયમ ક્લોરેટ’ સામેલ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, માર્ચ-2026ની શરૂૂઆતમાં ઈરાનના બે સરકારી જહાજ ચીનના ગાઓલાન પોર્ટ પર જવા રવાના થયા હતા. આ જહાજોમાં ઈંધણની સામગ્રી હોવાની આશંકા છે. ચીને જાન્યુઆરી-2025માં પણ ઈરાનને લગભગ 1000 ટન સોડિયમ ક્લોરેટ મોકલ્યું હોવાનો દાવો કરાયો છે.
સૌથી મોટો દાવો એ કરાયો છે કે, ઈરાન હવે ચીનના સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ‘ઇયશઉજ્ઞી ગફદશલફશિંજ્ઞક્ષ જફયિંહહશયિં જુતયિંળ’નો ઉપયોગ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *