ઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!

ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ કર્યું; ત્રણ સિંહબાળે જમાવટ કરી, બે સિંહણે રખોપા કર્યા સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો…

ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ કર્યું; ત્રણ સિંહબાળે જમાવટ કરી, બે સિંહણે રખોપા કર્યા

સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો રૂૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ઉના પંથકમાં તો વનરાજ’ઘરઆંગણે’ દર્શન આપી રહ્યા છે. ઉના શહેરથી માત્ર 7 કિમી દૂર આવેલ ઝુડવડલી ગામની સીમ માં રાત્રિએ સિંહ પરિવારની અદભૂત મિજબાની માણી હતી.

મિજબાની દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. પ્રથમ બે સિંહણ અને એક બાળકે મિજબાની માણી, ત્યાર બાદ સિંહણ બાજુ પર બેસી ગઈ અને બીજા બે બાળકને મારણ પર મોકલ્યા. જાણે માતા પોતાના સંતાનોને મારણ પર કેવી રીતે બેસવું અને કેવી રીતે આરોગવું તેના પાઠ ભણાવતી હોય તેવું પ્રતીત થતું હતું.બે સિંહણ તેના બાલુડાના રખોપાં કરતી જોવા મળી. ભોજન દરમિયાન નજીકથી કોઈ અન્ય સિંહની ’હૂક’ સંભળાતા જ સિંહણ તરત જ સાવધ થઈ ગઈ હતી.

મારણ પરથી ઉભા થઈને બંને સિંહણ દૂર બેસી ગઈ અને પોતાના બાલુડાઓની ચોકી કરતી જોવા મળી હતી.સિંહપ્રેમીઓનો જમાવડો થતા આ રોમાંચક દૃશ્યોની જાણ થતા જ આસપાસના સિંહપ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.લોકોએ કલાકો સુધી સિંહ પરિવારને નિહાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *