શહેરમાં કુબલિયાપરા વિસ્તારમાં રહેતી પરણીતાની દારૂના ધંધાર્થી મોટાબાપુ અને બે પિતરાઈ ભાઈઓએ તુ પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી માર મારી ફિનાઈ પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુબલિયાપરામાં રહેતી સાલુબેન કમલેશભાઈ સોંલંકી નામની 22 વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેના મોટાબાપુ રાજેશ, પિતરાઈભાઈ અનિલ અને ભાવેશ સહિતના 3 અજાણ્યા શખ્સોને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને માર મારી ફિનાઈલ પીવડાવ્યુ હોવાના આક્ષેપ સાથે સારુબેન સોલંકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સાલુબેન સોલંકી ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેના મોટાબાપુ અને પિતરાઈભાઈઓ દારૂના ધંધાર્થી છે. દારૂના ધંધાર્થી મોટાબાપુ અને પિતરાઈભાઈએ તુ દારૂની પોલીસને બાતમી આપે છે તેવુ આળ મુકી માર મારી ફિનાઈલ પિવડાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
