રખડતા પશુઓનો ત્રાસ અવિરત, છ માસમાં 2078 પકડાયા

મહાપાલિકાએ 140 પશુ પાલકોને તેમના પશુઓ પરત આપી ખોરાકી સંચાલન પેટે રૂા 11.65 લાખનો દંડ વસુલ્યો સરકાર દ્વારા પ્રાણી સંજાડ અંકુશ નિયમ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને…

મહાપાલિકાએ 140 પશુ પાલકોને તેમના પશુઓ પરત આપી ખોરાકી સંચાલન પેટે રૂા 11.65 લાખનો દંડ વસુલ્યો

સરકાર દ્વારા પ્રાણી સંજાડ અંકુશ નિયમ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવાનો આદેશ કરી ર્પ્રાણી રંજાડ અંકુશના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેના લીધે ઢોર પકડાયા બાદ પશુ પાલક પાસેથી આક્રો દંડ તેમજ વિરોધ કરનાર પશુ પાલકો સામે ફોજદારી ગુનો સહિતની કામગીરી શરૂ થતાં શહેરભરમાંથી ઢોર અચાનક ગાયબ થઈ ગયા હતાં પરંતુ નિયમોની અમલવારી ઢીલી પડી હોય તેમ છેલ્લા છ માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 2078 ઢોર પકડાયા હતાં. જે પૈકી 140 પશુઓ પશુમાલીકોને પરત કરી તેમની પાસેથી રૂા. 11.65 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની ઢોર રંજાડ છેલ્લા છ માસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી 2078 પશુઓ પકડ્યા હતાં જે પૈકી 1695 પશુઓને ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં. પકડાયેલા ઢોર પૈકી 140 ઢોર પરત આપી પશુપાલકો પાસેથી રૂા. 11.65 લાખનો દંડ વસુલાયો હતો. મનપાના પ્રાણી રંજાડ વિભાગ દ્વારા 464 નવા પશુઓની નોંધણી કરવામાં આવી હતી.જ્યારે એનિમલ હોસ્ટેલમાં ઢોર રાખવામાં આવેલ છે. તેની ફીની આવક રૂા. 9.73 લાખ થઈ છે. તેવી જ રીતે 1835 પશુઓનું વિજ્યુઅલ ટેગીંગ કરવામાં આવ્યું છે. તેમજ 1666 પશુઓને આર.એફ. આઈડી ટેગીંગ કરવામાં આવે છે. હાલ એનિમલ હોસ્ટેલના નવા 127 પશુઓ નોંધાયા છે.

પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા નવેમ્બર 2024થી એપ્રિ 2025 દરમિયાન આ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. તેમજ હાલ દિવસ અને રાત્રીના સમયે પણ ત્રણેય ઝોન વિસ્તારમાં જ્યાં વધુ રખડતા પશુઓની ફરિયાદો આવતી હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

શ્ર્વાનના વ્યંધીકરણના નામે પૈસાનો ધુમાડો
પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા પશુઓ પકડવાની કામગીરી ઉપરાંત રખડતા શ્ર્વાનોના વ્યંધીકરણ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છ ે. છતાં કુતરાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. લોકોના કહેવા મુજબ વ્યંધીકરણ કર્યા બાદ શ્ર્વાનની પ્રજનન શક્તિ નાશ પામે છે. છતાં દર વર્ષે કારતક માસ બાદ શહેરભરમાં ગલુડીયાઓ જોવા મળી રહ્યા છે. તે ક્યાંથી આવ્યા તેનો જવાબ તંત્ર આજ સુધી આપી શક્યું નથી. છતાં છ મહિના દરમિયાન વધુ 1525 શ્ર્વાનનું વ્યંધીકરણ કરી ખર્ચનો હિસાબ મનપામાં મુકવામાં આવ્યો છે. આથી દર વર્ષે શ્ર્વાન વ્યંધીકરણ પાછળ કરવામાં આવતો ખર્ચો વ્યર્થ જઈ રહ્યો હોવાની ચર્ચા જાગી છે.

હડકવાની આશંકા, 5191 શ્ર્વાનને હડકવા વિરોધી રસી કરણ
શહેરમાં કુતરાઓના ત્રાસ વચ્ચે હડકવા ઉપડવાનું જોખમ વધી જાય છે. કોઈ પણ વ્યક્તિને શ્ર્વાન કરડે ત્યારે તેને તુરંત હડકવાનું ઈન્જેક્શન આપવામાં આવતું હોય છે. શહેરના તમામ શ્ર્વાન પૈકી અમુક શ્ર્વાનમાં હડકવાના લક્ષ્ણો જોવા મળ્યા બાદ તેમનું હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવતું હોય છે. છતાં આપ્રકારના શ્ર્વાનોમાં હડકવા વિરોધી રસીની અસર લાંબો સમય રહેતી ન હોય મનપાના પ્રાણી રંજાડ વિભાગ દ્વારા છેલ્લા છ માસ દરમિયાન વધુ 5191 શ્ર્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *