શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ શખ્સોને રૂા.6,860ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પીયુષ ચિરોડીયા, સંજય બારોટ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કોઠારીયા સોલવન્ટ નારાયણનગરમાં જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીચતાં ગીતાબેન પ્રવિણભાઈ સોલંકી, જયોતીબેન દિલીપભાઈ ભટ્ટ, ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ, જાદવ પોચાભાઈ કરીર, સુરેશ વિનુભાઈ સંઘાણી અને મયુર બળવંતભાઈ બગથરીયાને ઝડપી લઈ પટમાંથી રૂા.6,860ની રોકડ રકમ કબજે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
