તા. 15 જુન 2026 સોમવારના રોજ અમાવસ્યા આવે છે. આ અમાસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાસે તથા સોમવતી અમાસ કરવામાં આવતા ધર્મકાર્યોનું વિશેષ ફળ કહેવામાં આવ્યું છે.
સોમવતી અમાસનું અત્યંત મહાન ફળ:
જે દિવસે સોમવાર અને અમાસનો યોગ થાય ત્યારે સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં કપિલધારા ગંગા, પુષ્કર વગેરે જે જે તિર્થો હોય છે તે બધા તિર્થો સોમવતી અમાસના દિવસે જળમાં આવીને વસે છે. આ દિવસ આ તિથીનું મહાત્મ્ય સૂર્યગ્રહણ સમાન છે. આ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન, શ્રાધ્ધ વગેરે ધર્મકાર્યનું પુણ્ય અક્ષય થાય છે. સોમવતી અમાસનો પુણ્યકાળ મધ્યાહનનો છે.
સોમવતી અમાસ અથવા કોઈપણ અમાસ પિતૃઓને વ્હાલી તિથી છે. એ દિવસે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પિતૃઓને ઉદ્દેશી કરવામાં આવતુ દાન તથા તર્પણ પિતૃઓને તૃપ્તિ આપનારૂૂ થાય છે. આ દિવસે જો વિધિવત ઉપવાસ કરવામાં આવે તો તેનુ ફળ અક્ષય વડ નીચે શ્રાધ્ધ વગેરે ધર્મ કરનારને જે ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ નિયમોનું પાલન કરીને શ્રધ્ધા-ભકિતપૂર્વક ઉપવાસ કરનાર પોતાના 21 કુળોનો ઉધ્ધાર કરી શકે છે. કારણ કે અક્ષય વડે નીચે શ્રાધ્ધ વગેરે ધર્મકાર્ય કરનારને તે ફળ મળી શકે છે.અમાસે શ્રાધ્ધ કર્મનું મહાત્મ્ય.
અમાસ સર્વ પિતૃઓની શ્રાધ્ધ યોગ્ય તિથી કહેવાય છે. જે પિતૃઓની ચોકકસ તિથીની જાણ ન હોય તેવા પિતૃઓનું અમાસે કરવું જોઈએ. અમાસે કરવામાં આવતુ શ્રાધ્ધનું અધિક ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃકાર્ય, શ્રાધ્ધ, દાન વગેરે કરવાથી મનુષ્યોના પિતૃઓને તૃપ્તિ થાય છે. તેથી ખૂબ શ્રધ્ધાપૂર્વક અન્નદાન, જળદાન વગેરે દાન કરવા.
અમાસે વિષ્ણુ સ્વરૂૂપ પીપળાનું કંકુ, ચોખા, ચંદન, દિવા, ધુપ વગેરેથી પુજન કરવું તથા પીપળાને જળ અર્પણ કરવું. પીપળાને 108 વખત પ્રદક્ષિણા કરવી તે વખતે આ મંત્ર બોલવો. મુલતો બ્રહ્મરૂૂપાય મધ્યતો વિષ્ણુરૂૂપિણે 1 અગ્રત: શિવરૂૂપાય અશ્વત્થાય નમો નમ: આમ સોમવતી અમાસે મનુષ્યએ પોતાની શ્રધ્ધા, શકિત અનુસાર શ્રાધ્ધ, દાન વગેરે કરવા તથા નરકમાંથી પિતૃઓની મુકિત માટે શ્રાધ્ધમાં ગીતાનો પાઠ કરવો.
