આર્થિકભીંસ દૂર કરવા હનિટ્રેપનો પ્લાન ઘડ્યો’તો : બન્નેએ અન્ય બીજા સાથીદારોને કાંઈ આપ્યુ નહોતું
બોટાદના નિવૃત શિક્ષકને બટુકભાઇ પટેલને ખેતીની જમીન જોવાના બહાને રાજકોટ બોલાવી એસટી બસ સ્ટેન્ડ પાછળની હોટલમાં લઈ જઈ ધરાર શરીર સંબંધ બાંધાવનું કહી દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાનું કહી બાર લાખ પડાવી લેવામાં આવ્યા હતા. હનીટ્રેપની આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં નિલેશ મયાભાઈ જુંજા(ઉ.વ.36 રહે. નારણપર, પડધરી), પાયલ ભાવિનભાઈ પટેલ (ઉ.વ. 35 રહે. રાંદેસણ, ગાંધીનગર), તેજસ દીપકભાઈ ટીંડાણી (ઉ.વ. 31 રહે રાધામીરા સોસાયટી, મોરબી) નો સમાવેશ થાય છે.
બનાવ અંગે એ ડિવિઝન પોલીસે કરતા નવા ખુલાસા થયાં હતા. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, અગાઉ પાયલ પટેલ કુવાડવાની હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી હતી. ત્યારે નિલેશ ઝુંઝાના સંબંધી પણ અહીં જ હોસ્પિટલમાં નોકરી કરતા હોય જેથી નિલેશનો હોસ્પિટલ ખાતે આવરો જાવરો રહેતો હોય પાયલ અને નિલેશનો સંપર્ક થયો હતો. બાદ પાયલ વિરુદ્ધ ભરૂૂચમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો હોય અને તેણીએ રૂૂ. 7.50 લાખ જમીન દલાલ પાસે પડાવ્યાનું પીકઅપ ડ્રાયવર નિલેશના ધ્યાનમાં આવતા તેણે પાયલનો ફરી સંપર્ક કર્યો હતો.નિલેશને પૈસાની જરૂૂરિયાત હોય તેણે પાયલને વધુ એક વાર હનીટ્રેપ કરવાનું કહેતા બંનેએ તૈયારીઓ શરૂૂ કરી હતી. દરમિયાન પાયલે બોટાદના નિવૃત શિક્ષકને ટાર્ગેટ કરવાનું નક્કી કરી નિલેશને યુવતીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી નિલેશે તેના વર્તુળોમાંથી તેજલ અને અંજલી સોલંકી નામની મહિલાઓની વ્યવસ્થા કરી હતી.
બાદ અહીં રાજકોટની હોટેલમાં નિવૃત શિક્ષકને ડરાવી ધમકાવી રૂૂ. 12 લાખ મેળવી નિલેશ અને પાયલે ભાગબટ્ટાઈ કરી 6-6 લાખ મેળવી લીધા હતા. જયારે તેજલ અને અંજલિને એક પણ રૂૂપિયો આપ્યો નહોતો.જેથી હવે પોલીસે અંજલિ સોલંકી અને તેનો નિલેશને સંપર્ક કરાવનાર બે શખ્સો સહિત ત્રણની શોધખોળ કરવા ઝડપાયેલા ત્રણેય શખ્સોના સાત દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
