માતાએ ભાગીને લગ્ન કર્યા બાદ કાકાએ ભત્રીજી પર નજર બગાડી, ગર્ભ નિરોધક ગોળી આપી દુષ્કર્મ ગુજાર્યુ

પિતાની ગેરહાજરીમાં ચાર સંતાનના પિતાએ પાંચ મહિના સુધી હવસ સંતોષી શહેરમાં યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે.…

પિતાની ગેરહાજરીમાં ચાર સંતાનના પિતાએ પાંચ મહિના સુધી હવસ સંતોષી

શહેરમાં યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સંયુકત પરિવારમાં રહેતી માત્ર 14 વર્ષની સગીરા પર ચાર સંતાનોના પિતા એવા નરાધમ કાકાએ ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી સગીરા પર સતત પાંચ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા આધેડે બી ડીવીઝન પોલીસમાં તેના ભાઈ જીતેન્દ્ર સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સંયુકત પરિવારમાં રહે છે.તેના ભાઈની પત્ની છેલ્લા ઘણા સમયથી પોતાના ચાર સંતાનો સાથે રિસામણે હોવાથી શખસ એકલવાયું જીવન જીવતો હોવાથી નરાધમે પોતાની પુત્રી સમાન ભત્રીજી પર કુદ્રષ્ટિ રાખી સગીરાને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી પોતાની હવસ સંતોષતો હતો.

સગીરાની માતા 15 દિવસ પૂર્વે અન્ય સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા.અને તેના પિતા મજૂરી કામ અર્થે બહાર જાય ત્યારે શખસ સગીરાને શિકાર બનાવી શોષણ કરતો હતો.બાદ સગીરા પાસેથી ગોળીઓ મળી આવેલ હોય જેથી તેની હાલની માતાએ પૂછતાછ કરતા આ ગોળીઓ તેના કાકાએ આપી હોવાનું કહેલ જેથી શખસને પૂછતા પોતે કોઈ દવા ન આપી હોવાનું બહાનું બનાવ્યું હતું.

દરમ્યાન સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હોવાથી તબીબ પાસે તપાસ અર્થે દવાઓ લઈને જતા સમગ્ર હકકીત સામે આવી હતી. જેમાં તબીબે જણાવ્યું હતું કે આ ગોળીઓ સગર્ભા બનતા અટકાવે છે અને માસિક જલ્દી આવે છે આનું વધુ પડતું સેવન કરવાથી તેણીને પેટમાં ઈન્ફેકશન થઈ ગયું હોવાનું જણાવેલ જેથી સગીરાને પૂછતા તેણીએ કહ્યું કે કાકા છેલ્લા પાંચેક માસથી આ ગોળીઓ પીવડાવી શરીર સંબંધ બાંધતા હોવાની અને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા પીઆઈ સુધીર રાણે સહિતના સ્ટાફે પિતાની ફરિયાદ પરથી આરોપી સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *