સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો

મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ…

મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો

શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ નંબર 310માં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડીને મુંબઈ આંતરરાજ્ય સાયબર ક્રાઈમ અને હવાલા રેકેટના મુખ્ય સૂત્રધાર મુંબઈના શખ્સની ધરપકડ કરી છે. સાયબર ફ્રોડના નાણાં દેશભરના વિવિધ ’મ્યુલ એકાઉન્ટ્સ’ માં ટ્રાન્સફર કરી, આંગણિયા મારફતે હવાલાનું મસમોટું નેટવર્ક ચલાવતા આ શખ્સ પાસેથી ત્રણ હાઈ-એન્ડ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મુંબઈ માં રહેતા તેના બનેવી સહીતના શખ્સોનું નામ ખુલ્યું છે.ક્રાઈમ બ્રાંચે સુત્રધારના છ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂૂ કરી છે.

હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ નંબર 310માં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મુંબઈના સોનાવાલા બિલ્ડીંગ, તારડેવમાં રહેતા રવિન્દ્ર ઘેવરચંદ જૈનની ધરપકડ કરી છે. અને તેના સહયોગી તેનો બનેવી વિનોદ કિશોરમલ રાંકા સહિતના અન્ય સાગરીતોની શોધખોળ આદરી છે. રવીન્દ્રએ મુંબઈનો એક રીઢો સાયબર ગુનેગાર છે. તે પોતાના મોબાઈલ ફોનથી ઓનલાઈન મ્યુલ એકાઉન્ટ્સ ઓપરેટ કરીને ગેરકાયદેસર રીતે સાયબર ફ્રોડની રકમના હવાલા પાડવાની આંતરરાજય નેટવર્ક ચલાવે છે. ક્રાઈમ બ્રાંચે રવીન્દ્રના રૂૂમની તલાશી લેતા ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેમાં રવિન્દ્ર જૈનનો કાળો કારોબાર સામે આવી ગયો હતો. આ ત્રણ ફોનમાંથી ’અષશિં ઝફિમશક્ષલ’ નામની પ્રોપ્રાઈટર ફર્મના બેંક ખાતાની લોગીન વિગતો, પાસવર્ડ અને છઇક બેંકના ઓટીપી ના મેસેજ મળી આવ્યા હતા. આ એક મ્યુલ એકાઉન્ટ કીટ હતી જેનો ઉપયોગ ફ્રોડના નાણાં મેળવવા થતો હતો.

બીજા મોબાઈલમાંથી વિવિધ શંકાસ્પદ બોગસ કંપનીઓના નામ, બેંક એકાઉન્ટ નંબરો, બેંક ટ્રાન્સફરના સ્ક્રીનશોટ્સ, હિસાબો લખેલી ચિઠ્ઠીઓ અને હવાલા માટે વણાયેલી રૂૂ. 2, 5, 10 અને 20ની ચલણી નોટોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. ત્રીજા મોબાઈલમાં ‘TEAM5/JIMMY’ અને Bombay 2’ નામના ગુપ્ત વ્હોટ્સએપ ગ્રૂપ સક્રિય હતા, જેમાં બેંક ખાતાઓની વિગતો અને લાખો રૂૂપિયાના વ્યવહારોના ડિજિટલ હિસાબો મોજૂદ હતા.

પોલીસ તપાસમાં અગ્રણી બેંકોના કોર્પોરેટ અને કરંટ ખાતાઓ આ સાયબર કૌભાંડમાં વપરાયા હોવાનું ખુલ્યું છે જેમાં એચડીએફસી ડીસીબી બેંક, આરબીએલ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઈસીસીઆઈ, યુનિયન બેંક અને યુટીઆઈના વિવિધ શંકાસ્પદ ખાતાઓ ક્રાઈમ બ્રાંચે જયારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલ ઉપર આ તમામ મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ચેક કરી, ત્યારે જાણવા મળ્યું કે આ ખાતાઓ વિરુદ્ધ દેશના જુદા-જુદા રાજ્યોમાં પહેલેથી જ અનેક સાયબર ગુનાની ફરિયાદો અને અરજીઓ પેન્ડિંગ છે. આમ છતાં, આરોપીઓ સતત નવા ખાતાઓ ખોલીને ગુના આચર્યે જતા હતા. ક્રાઈમ બ્રાંચે રવીન્દ્ર જૈન ના 6 દિવસના રિમાન્ડ મેળવી વિશેષ પુછપરછ શરૂૂ કરી છે.

2 વર્ષથી હવાલા રેકેટ ચલાવતો રવિન્દ્ર જૈન રાજકોટની ટોળકીના સંપર્કની તપાસ
રવીન્દ્ર જૈનની પૂછપરછમાં આરોપી તેણે કબૂલાત કરી હતી કે તે અને તેનો મુંબઈનો તેનો બનેવી વિનોદ કિશોરમલ રાંકા સંયુક્ત રીતે આ નેટવર્ક ચલાવે છે. તેઓ જરૂૂરિયાતમંદ નાગરિકોને લોભ-લાલચ આપી અથવા છેતરીને તેમના નામે સીમકાર્ડ અને ’મ્યુલ એકાઉન્ટ્સ’ ખોલાવતા હતા. જ્યારે કોઈ નિર્દોષ નાગરિક ઓનલાઈન સાયબર ફ્રોડ ભોગ બને, ત્યારે તેના નાણાં સૌથી પહેલા આ મ્યુલ એકાઉન્ટમાં આવતા. પોલીસ કે બેંક એક્શન લે તે પહેલાં જ, આ આરોપીઓ તે નાણાંને બીજા અને ત્રીજા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. ત્યારબાદ, અન્ય મ્યુલ એકાઉન્ટ હેન્ડલર્સ અને આંગણિયા પેઢીના હવાલા મારફતે આ રકમને રોકડમાં ક્ધવર્ટ કરીને કમિશન કાપી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતી હતી.રવીન્દ્ર રાજકોટના કેટલાક લોકોના સંપર્કમાં હતો રિમાન્ડ દરમિયાન હવે કેસની આગળની તપાસમાં આ કૌભાંડમાં કઈ-કઈ આંગણિયા પેઢીઓ સામેલ છે તથા રાજકોટ તેમજ મુંબઈના અન્ય કેટલા સાગરીતો છે તેની કડીઓ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *