નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઇમાં પણ સપાટી 308 ફૂટને પાર

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અને દક્ષિણ ગુજરાતના…

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અને દક્ષિણ ગુજરાતના મહત્વના ઉકાઈ ડેમમાં પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ગીર અને અમરેલી જિલ્લામાં પણ મુશળધાર વરસાદને પગલે સ્થાનિક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. જયારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 34 ફુટમાનથી 32 ફુટ ભરાઇ જતા સાંજ સુધીમાં છલકાઇ જવાની આશા છે.

નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઉપરવાસના વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 126.43 મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી અત્યારે 50,616 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે, જેના કારણે આખો ડેમ હાલમાં 65 ટકા સુધી ભરાઈ ચૂક્યો છે. આ જળરાશિ વધતા આગામી સમયમાં સિચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે.

બીજી તરફ સુરત જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક યથાવત છે. ઉકાઈ ડેમની વર્તમાન જળ સપાટી 308.76 ફૂટ પર પહોંચી છે, જે તેના નિર્ધારિત રૂૂલ લેવલ 333 ફૂટ કરતાં હજુ નીચે છે. ડેમમાં હાલ 6,293 ક્યુસેક પાણીની આવક સામે માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ નોંધાતા ત્યાંથી 3,300 ક્યુસેક પાણી ઓવરફલો થઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *