રાજુલામાં પાઈપ લાઈન કામનો વિરોધ, 60 લોકોની અટકાયત

ખેડૂતો દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક પીવાના પાણીની પાઇપલાઇનના કામને લઈને વિવાદ સર્જાયો છે…

ખેડૂતો દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક પીવાના પાણીની પાઇપલાઇનના કામને લઈને વિવાદ સર્જાયો છે એકમાંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા માટે જૂની પાઇપલાઇન જર્જર રીતે થઈ જવાથી નવી નાખવાની કામ શરૂૂ કરવામાં આવ્યું સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ કામગીરીનો વિરોધ કર્યો મોટી સંખ્યામાં ખેડૂતો કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા તેમણે રામધૂન બોલાવી અને દંડવત પ્રણામ કરી અને સૂત્રોચાર કરે અને અભિરોધ નોંધાવ્યો કેટલાક ખેડૂતો જેસીબી પર ચડીને આ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 60 થી પણ વધુ લોકોની અટકાયત કરી છે તમામને સાવરકુંડલા રૂૂરલ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે.

ખેડૂત આગેવાન દિલીપ સોજીત્રાઇએ જણાવ્યું કે તેમની માગણીઓમાં ડેમની ઊંચાઈ વધારવી ફ્યુઝ ગેટ નાખવા નગરપાલિકાની લાઈનોમાં મીટર મુકવા તેમણે કહ્યું કે આ તેમના વડીલોએ બનાવેલો ગેમ છે આ પહેલા રાજુલા શહેરના વેપારીઓ અને નાગરિકોએ આવેદનપત્ર આપીને પીવાના પાણીની પાઇપલાઇનનું કામ ઝડપી શરૂૂ થાય તેવી માગણી કરી હતી ત્યારે એક બાજુ લોકોની માગણી બીજી બાજુ ખેડૂતોનો આ કામ માટે નારાજગી જોવા મળી ક્યારે ખરેખર ખેડૂતોની માગણી સંતોષા છે કે પછી તંત્ર દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂૂ રહેશે તે તો હવે સમય જ બતાવશે ત્યારે આ અંગે ખેડૂત આગેવાન રાજુ કરપડા જણાવ્યું કે તમામ ખેડૂતો એ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ખેડૂતોએ કર્યો અન્ન જળ નો ત્યાગ કર્યો છે રાજુલા ના ધાતરવડી ડેમ માંથી ખેડૂતો નુ પાણી પડાવી પીવાના પાણી ના બહાને ઉદ્યોગપતિઓને પાણી આપવાના તંત્ર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે ખેડૂતોની કીમતી જમીન પડાવી લેવા માટે સિંચાઈ ના પાણીથી વંચિત રાખવાનું કૃત્ય તંત્ર અને નેતાઓ કરી રહ્યા છે.

જો તંત્ર દ્વારા બે દિવસમાં આ કામગીરી અટકાવવામાં નહીં આવે તો પછી ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આ ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા ઉચ્ચારવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *