અનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યો

હાકલા પડકારા-પથ્થરમારા વચ્ચે યુવાન તરફડતો રહ્યો: પાલિતાણાના ગરજીયા ગામની કંપાવનારી ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈના રોજ સવારે સિંહે એક માલધારી…

હાકલા પડકારા-પથ્થરમારા વચ્ચે યુવાન તરફડતો રહ્યો: પાલિતાણાના ગરજીયા ગામની કંપાવનારી ઘટના

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈના રોજ સવારે સિંહે એક માલધારી પર અચાનક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડીયોમાં અનેક લોકોની હાજરીમાં લગભગ અડધો કલાક સુધી સિંહે યુવકને પંજા નીચે દબાવી રાખ્યો હતો. લોકોના ડરામણા હાકલા-પડકારા વચ્ચે યુવાન સિંહની પકડમાંથી છુટવા તરફડતો રહ્યો હતો. જો કે, અંતે સિંહને ભગાડવામાં લોકો સફળ રહેતા યુવકનો જીવ બચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના આજે સવારે લગભગ 8:30 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે પશુપાલક કાળુભાઈ ગોગાભાઈ પરમાર પોતાની ગાયોને નીણ નાખવા માટે ગયા હતા, ત્યારે ત્યાં હાજર સિંહે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. હુમલાખોર સિંહે પહેલા પશુપાલકને પછાડી દીધા હતા અને ત્યારબાદ તેમના હાથ પર બચકું ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

પીડિત પશુપાલકના જણાવ્યા મુજબ, સિંહે લગભગ અડધા કલાક સુધી તેમને પકડી રાખ્યા હતા. આસપાસના લોકોએ સિંહને ભગાડવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ સિંહ ત્યાંથી હટવાનું નામ લેતો નહોતો. અંતે પશુપાલકે હિંમત દાખવી સિંહને ખંજવાળતા સિંહનો પકડ ઢીલી થઈ હતી અને તેઓ ત્યાંથી છૂટી શક્યા હતા. આ ઘટનામાં તેમના શરીરના અન્ય ભાગો પર પણ ઈજાઓ પહોંચી છે.ગ્રામજનોના અક્ષય છે કે વન વિભાગના અધિકારીઓ હોવા છતાં પણ તેઓએ બચાવવાનો પ્રયાસ કર્યો ને. ના અગાઉ પણ ગામમાં સિંહ હોવાની વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

સ્થાનિક ગ્રામજનો અને પીડિતના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘટના સમયે તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ વનવિભાગના અધિકારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. પરિવારજનોનું કહેવું છે કે જો અધિકારીઓ સત્વરે આવ્યા હોત, તો આવી ગંભીર સ્થિતિ ન સર્જાઈ હોત.આ વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વનવિભાગ પાસે માંગ કરી છે કે આ સિંહને અન્યત્ર ખસેડવામાં આવે અથવા તો વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે જેથી પશુપાલકો અને સ્થાનિક લોકો સુરક્ષિત રહી શકે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *