યુરિયા-ડીએપી ભરેલા વધુ 15 જહાજે હોર્મુઝ ખાડી પાર કરી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ…

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા 15 ભારતીય જહાજો સૌથી સંવેદનશીલ ગણાતી ’હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી ગંભીર અસરો વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, દેશમાં ખાતર અને તેનો કાચો માલ લઈને આવી રહેલા 15 દરિયાઈ જહાજો અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને કારણે દેશમાં ખેડૂતો માટે ખાતરની અછતનો મોટો ખતરો ટળી ગયો છે.

કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂકેલા આ 15 જહાજોમાં ભારતીય ખેતી માટે અત્યંત જરૂૂરી એવા ખાતરનો મોટો જથ્થો છે. યુરિયા: 8 જહાજોમાં 3.32 લાખ મીટ્રિક ટન (LMT) યુરિયા છે. 4 જહાજોમાં 2.57 LMT ડાયએમોનિયમ ફોસ્ફેટ છે. સલ્ફર: 3 જહાજોમાં 1.11 LMT સલ્ફર લોડ થયેલું છે. જ્યારે આ ઉપરાંત, આગામી દિવસોમાં વધુ 5 જહાજો ખાતરનો જથ્થો લઈને ભારત આવવા માટે રવાના થવાના શિડ્યુલ હેઠળ છે. સરકાર માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને 65% સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી 100% પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ વેગ પકડશે. ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલ 197.56 લાખ મીટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરી લેવામાં આવ્યો છે.

આ સ્ટોક દેશની વાર્ષિક 383.9 LMT ખાતરની જરૂૂરિયાતના 51% કરતા પણ વધારે છે. આમ, આયાત અને સ્થાનિક ઉત્પાદનના સમન્વયથી આગામી સમયમાં દેશભરમાં ખાતરની કોઈ અછત સર્જાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *