ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ પ્રૌઢની નહી પણ તેના મિત્રની હોવાનું બહાર આવતા સનસનાટી મચી છે.
તો બીજી તરફ સગીરની ધરપકડ થઈ જતાં આરોપી ઝડપાઈ જવાની બીકે નાસી છૂટ્યો છે. જેને ઝડપી લઇ આ આખી ઘટનાને શા માટે અને કઈ રીતે અંજામ અપાયો તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસને હસમુખનું છેલ્લું લોકેશન સોમનાથ વેરાવળમાં મળતા ત્યાં સુધી તેનુ પગેરું દબાવ્યુ હતુ.પણ ચાલક હસમુખ હાથ આવ્યો નથી. વીમો પકાવવા માટે આરોપીએ આ આખી ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
બીજી તરફ હસમુખ વ્યાસની પાડોશમાં રહેતા સંદીપગીરી ગોસ્વામી હસમુખભાઈ સાથે ગયા હતા અને તે પરત ન આવતાં પોલીસે હસમુખના સગા સંબંધીની પૂછપરછ કરતાં સંદીપગીરી તેમની સાથે હોવાનું જાણવા મળતાં પોલીસે તેમના પત્ની ગાયત્રીબેનનો સંપર્ક કર્યો હતો. એટલામાં હસમુખભાઈનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં ગાયત્રીબેન પીએમ રૂૂમ દોડી ગયા હતા અને મૃતદેહ જોઇ પોતાના પતિનો હોવાની શંકા દર્શાવી હતી અને બાદમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં પણ એ જ સત્ય બહાર આવ્યું હતું અને મૃતદેહ સંદીપગીરીનો જ હતો.હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ મોટા મહિકાનાં બસસ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાને ગયા હતા અને ગાડીમાં પેટ્રોલ ખાલી થયું છે તેવું કહી દુકાનદાર પાસેથી પેટ્રોલ મેળવ્યુ હતુ અને ફરી ખંઢેરમાં જઈ મૃતદેહ પર નાખી અડધી જ સળગી હતી.
બીજી તરફ હસમુખનો ભાઈ હિતેશ માતાજીનાં મઢે દર્શન કરવા આવ્યો હોઈ,પોતાનાં જૂના ખંઢેર બનેલા મકાને આંટો મારવા ગયો ત્યારે એક લાશ અને ભાઈનું પાકીટ, ફોન, આધારકાર્ડ જોઈ તેણે સરપંચને અને તાલુકા પોલીસને જાણ કરી હતી. આ ઘટના મામલે બાળ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, હસમુખે સંદિપગીરીની હત્યા કરવા માટે બાળ આરોપીને કહ્યુ હતુ કે, તેમને અયોધ્યામા રસોઇ માટેનો મોટો કોન્ટ્રાકટ મળ્યો છે જેમાં તેમને વધુ પૈસા મળસે જેથી બાળ આરોપી પૈસાની લાલચે હસમુખ સાથે ગયો હતો. જોકે મુખ્ય આરોપી હસમુખ પકડાયા બાદ સમગ્ર હકિકત જાણવા મળશે.
