સોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધું

એક-બે વાર મોટા ઓર્ડરમાં પૈસા આપી ગઠિયાએ વિશ્ર્વાસ કેળવ્યો, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી…

એક-બે વાર મોટા ઓર્ડરમાં પૈસા આપી ગઠિયાએ વિશ્ર્વાસ કેળવ્યો, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ

શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી છે.લક્ષ્મીવાડી શેરી નં. 9/12ના ખુણે કેનાલ રોડ પર રહેતાં રમેશભાઇ ચંદુલાલભાઇ રાધનપુરા (ઉ.વ.59)ની ફરિયાદ પરથી મુંબઇ બોરીવલી ઇસ્ટ નેશનલ પાર્ક રોડ સોના સિનેમાની પાછળ ન્યુ મોનીકા જ્વેલર્સ નામે દૂકાન ચલાવતાં વિનોદ શાહ વિરૂૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રમેશભાઇ રાધનપુરાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સોનાના દાગીના લે-વેંચનું અને સોની કામની મજુરીનું કામ કરુ છું. મારે સોની બજારમાં સવજીભાઇની શેરીમાં ગોપાલ મેન્સન કોમ્પલેક્ષમાં દુકાન નં. 7માં ત્રિશુલ ઓર્નામેન્ટ નામે દુકાન છે. અમારે બજારમાં સોનીનુ કામ કરતાં હોય તેનું વ્હોટ્સએપ ગ્રુપ છે. તેમાં અમે સોનાના દાગીનાની ડિઝાઇન વગેરે મુકતાં હોઇએ છીએ. વર્ષ 2023ના મે મહિનામાં મુંબઇના વિનોદ શાહે મને ફોન કરી કહેલુ કે વ્હોટ્સએપ ગ્રુપમાં તમે જે સોનાની ડીઝાઇના ફોટા મુક્યા છે તેનો ભાવ શું છે? આવી ડિઝાઇન અમારે મુંબઇમાં વધુ ચાલે છે. જેથી મેં તેને ડીઝાઇનના ભાવ એક તોલા ગ્રામનાો ભાવ રૂૂા. 47 હજાર કહ્યો હતો.

એ પછી વિનોદ શાહને મેં કહેલુ કે અમે બધો વેપાર રોકડેથી કરીએ છીએ અને રોકડા મોકલશો તો જ આંગડીયાથી માલ મોકલી આપશું. ત્યારબાદ વિનોદ શાહે પહેલી વખત 19/5/23ના રોજ મિક્સ ગોલ્ડ ઓર્નામેન્ટનો માલ 46.560 ગ્રામ મંગાવેલો જેની કિમત રૂૂા. 2,19,977 થતી હતી. આ માલ અમે તેને આંગડીયાથી મોકલી પૈસા માંગતા તેણે પૈસા એક સાથે આપશું તેમ કહ્યું હતું. ત્યારબાદ ફરી 1/6/23ના રોજ વધુ 190.020 ગ્રામ દાગીના મંગાવેલા જેના રૂૂા. 9,26,149 થતાં હતાં. બીજી વાર પૈસા માંગતા તેણે કહેલુ કે હજુ વધુ માલ જોઇએ છે. બધાનો હિસાબ સાથે જ કરીશું. ફરીથી તેણે રૂૂા. 6,39,976નો માલ 11/7ના રોજ મંગાવ્યો હતો. એ પછી તેણે 1,75,000 મને આંગડીયાથી આપ્યા હતાં.

આ રીતે તેણે અલગ અલગ વજનના દાગીના અવાર-નવાર મારી પાસેથી મંગાવી અમુક રકમ મને મોકલી આપી હતી. જો કે છેલ્લે તેણે કુલ રૂૂા. 13,09,796ના દાગીના લીધા પછી આ રકમ મને ચુકવી નથી. હું ઉઘરાણી કરુ તો ગલ્લા તલ્લા કરી દેતાં હોય અને ફોન સ્વીફ ઓફ કરી દેતાં મને શંકા જતાં તપાસ કરતાં ખબર પડી હતી કે મારી સાથે ખોટુ થયું છે. મેં મુંબઇ જઇ ન્યુ મોનીકા જ્વેલર્સ ખાતે જઇ તપાસ કરતાં તેઓ ત્યાં રહેતાં ન હોવાનું જાણવા મળ્યુ હતું. એ પછી પણ મેં મારી રીતે તેની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ પત્તો ન મળતાં અંતે હવે ફરિયાદ દાખલ કરાવી છે. કુલ રૂૂા. 33,62,575ના મિક્સ દાગીના તેમણે મારી પાસેથી લઇ તેમાંથી રૂૂા. 20,52,600 મને ચુકવી બાકીના 13,09,976 ન ચુકવી ઠગાઇ કરી હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *