ભોમેશવર સોસાયટીમાં સત્યપ્રકાશ પ્રાયમરી સ્કુલની સામે શ્રી હરી મકાનમાં રહેતા પ્રવિણાબેન હરીદાનભાઈ સોઢાતર(ઉ.વ.60) પોતાનું સ્કુટર લઇ માતાના ઘરેથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ઘર નજીક બાઈક પર આવેલા બે શખ્સોએ 20 હજારનો સોનાનો ચેઇન ઝુંટવી લઇ જતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રવિણાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારી માતા જ્યાબેન સખિયાનગર શેરી.04 એરપોર્ટ રોડ ખાતે મારી માતાનુ મકાન આવેલ છે.ગઈ તા.12/05 ના રોજ રાત્રીના સખીયાનગર એરપોર્ટ રોડથી મારા ઘર તરફ ભોમેશ્વર સોસાયટી શેરી નં 04 એક્ટીવા લઈને આવતી હતી અને આ દરમ્યાન હુ ભોમેશ્વર સોસાયટી શેરી નં 3 અને 4 ની વચ્ચેના રોડ, શીતલ પાર્ક ટોઈંગ પાછળ હનુમાનજીની ડેરી પાસે પહોંચતા મારા ઘર તરફ વળવાનુ હોય જેથી મે મારી એક્ટીવા ધીમી પાડેલ આ દરમ્યાન મારી પાછળથી એક અજાણ્યુ બાઈક આવેલ જેના પર બે અજાણ્યા વ્યકતિ બેસેલ તેઓએ સોનાનો ચેઇન ઝુંટવી લેતા જેમાં પા ભાગનો સોનાનો ચેઈન બાઈક ચાલકે ઝુટવેલો હોય અને હુ તેની સામુ જોવુ તે અરસામા આ બંન્ને પોતાના હસ્તકનુ બાઈક લઈ ત્યાથી નિકળી ગયા હતા.
જે બાઈક ચાલક જોયે દાઢીવાળો તેમજ લાલ કલરનું ટી શર્ટ પહેરેલ તથા પાછળ બેઠેલ વ્યક્તિએ કાળા કલર જેવા કપડા પહેરેલ હતા. મો.સા નુ મોડલ કયુ હતુ તેની મને થોડા અંધારાના કારણે ખબર પડેલ નહી અને મે આ અજાણ્યા મો.સાના ચાલકની તપાસ કરતા મને મળેલ ન હોય જેથી પરિવારને જાણ કરી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરી હતી.
