ગુજરાત
પત્ની બે સંતાન સાથે રિસામણે ચાલી જતા પતિએ કર્યો આપઘાત
માન સરોવર પાર્કની ઘટના: માતા કામ પરથી ઘરે આવતા પુત્રનો મૃતદેહ લટકતો’તો
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલ માનસરોવર પાર્કમાં રહેતી પરિણીતા બે સંતાનો સાથે રિસામણે ચાલી જતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતા કામ પરથી ઘરે આવતા પુત્રનો મૃતદેહ લટકતો જોવા મળતા અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલ માનસરોવર પાર્કમાં રહેતા જેશાભાઇ વાલજીભાઈ ખીહડીયા નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેશાભાઇ ખીહડીયાને સંતાનમાં બે પુત્ર છે અને જેશાભાઇ ખીહડીયા એ.જે. સ્ટીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દંપતી વચ્ચે અણબનાવ બનતા પત્ની બંને પુત્રો સાથે ચાલી ગયા બાદ પરત નહીં આવતા જેશાભાઈ ખીહડીયાને માઠું લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અને કામ પરથી પરત ફરેલી માતા પુત્રનો લટકતો મૃતદેહ જોઈ જતા પાડોશી અને પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
જી.જી. હોસ્પિટલનું આઈઆઈટીવી મશીન બીમાર, ઓપરેશન કામગીરી ઠપ્પ
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, તેમાં છેલ્લા એક અઠવાડિયાથી ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશનની કામગીરી અટકી પડી છે. આ અચાનક બંધ થયેલી સર્જિકલ પ્રક્રિયાના કારણે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.આ સ્થિતિનું મુખ્ય કારણ છે ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતા આઈઆઈટીવી (ઇમેજ ઇન્ટેન્સિફાયર ટીવી) ખરાબ થઈ જવું.
આ ટીવીનો ઉપયોગ હાડકાના જોડાણને વધુ સચોટ રીતે જોવા માટે થાય છે. ખાસ કરીને મોટા અને ગંભીર ફ્રેક્ચરના ઓપરેશનમાં આ આઈઆઈટીવી ખૂબ જ મહત્વનું હોય છે. જ્યારે આ આઈઆઈટીવી ખરાબ થઈ ગયું ત્યારે ઓર્થોપેડિક સર્જનોને મોટા ઓપરેશન કરવામાં મુશ્કેલી પડી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં બે માંથી એક આઈઆઈટીવી રિપેરિંગ હેઠળ છે અને બીજું સંપૂર્ણપણે બગડી ગયું છે. આથી નવા આઈઆઈટીવી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.
આ ઘટનાએ એકવાર ફરીથી સરકારી હોસ્પિટલોમાં ઉપકરણોની જાળવણીમાં થતી બેદરકારી તરફ ધ્યાન દોર્યું છે. જો સમયસર જાળવણી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ નિર્માણ ન થાત. આથી હોસ્પિટલ તંત્રને આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવો જરૂૂરી છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ નિર્માણ ન થાય તે માટે પગલાં લેવા જોઈએ. આ સમસ્યાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણા દર્દીઓને તાત્કાલિક ઓપરેશનની જરૂૂર હોય છે, પરંતુ આઈઆઈટીવી ખરાબ થવાથી તેમની સારવાર મુલતવી રાખવી પડી રહી છે. કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવવું પડી રહ્યું છે, જેનાથી તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે.આ ઘટનાએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો છે કે, સરકારી હોસ્પિટલોમાં આધુનિક ઉપકરણોની જરૂૂરિયાત છે. આ ઉપકરણોની સમયસર જાળવણી કરવી પણ એટલી જ જરૂૂરી છે. સરકારે આ બાબત પર ધ્યાન આપીને સરકારી હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હોસ્પિટલ તંત્રને ઝડપથી પગલાં લેવા જોઈએ. નવા આઈઆઈટીવી ખરીદવાની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવી જોઈએ અને દર્દીઓને થતી મુશ્કેલીઓને ઓછી કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
ગુજરાત
શહેરના મુખ્ય માર્ગો ઉપર ભંગાર વાહનોના ભારે ખડકલા
જામનગર શહેરમાં સડકો પર પડેલા ભંગાર વાહન ઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારનો મેઈન રોડ, હરિયા કોલેજ, ગોકુલ નગર રોડ અને ઇન્દિરા માર્ગ જેવા મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ભંગાર વાહનો પડેલા જોવા મળે છે. આ વાહનો ટ્રાફિકને અવરોધે છે, ન્યુસન્સ ફેલાવે છે અને આસપાસના વિસ્તારને અસુરક્ષિત બનાવે છે.
આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ નિમ્ભર એસ્ટેટ શાખાનો સંપર્ક કર્યો હતો. જો કે, તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જામનગર મ્યુનિસિપલ કમિશ્નરના જાહેરનામા મુજબ, સડકો પર વાહનોનું પરિત્યાગ કરવું ગુનો છે. પરંતુ હકીકતમાં સ્થિતિ એવી છે કે, આ જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
સત્યમ કોલોનીના સ્થાનિક રહેવાસી જણાવે છે કે, આ વાહનોના કારણે અમારા વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. બાળકો રમવા નીકળે ત્યારે આ વાહનો તેમના માટે જોખમી બની શકે છે.
આ ઉપરાંત, આ વાહનોમાં કચરો જમા થવાથી દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો પેદા થાય છે. અમે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. આ સમગ્ર મામલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે છે.
તેઓએ આવા ભંગાર વાહનોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ સાથે જ, આવા ગુનાહિત કૃત્યો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.
ગુજરાત
ડિફેન્સના મહિલા અધિકારીના બંધ કવાર્ટરમાં મોજ મજા?
જામનગરમાં આવેલી સેનાની એક પાંખ નાં મહિલા અધિકારી રજા પર પોતાના વતનમાં ગયા તે પછી તેમના બંધ કવાર્ટરમાં કોઈ શખ્સ રંગરેલીયા મનાવી ગયા હોવાનું બહાર આવ્યું છે. તે મહિલા અધિકારીએ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કર્યા પછી આ બાબતની ખાનગી રાહે તપાસ ચાલુ કરવામાં આવી છે. અને કેટલાક શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. જામનગરમાં આવેલા ભારતીય સેનાની એક પાંખના રહેણાંક વિસ્તારમાં રહેતા ઉચ્ચ મહિલા અધિકારી થોડા દિવસો માટે રજા પર વતન મા ગયા હતા. આ પછી ત્યાંથી પરત ફર્યા હતા. ત્યાર પછી આ અધિકારીએ પોતાના રહેણાંકમાં પલંગની હાલત અસ્તવ્યસ્ત જોઈ તે અધિકારી એ પોતાના મકાનમાં તપાસ કરતાં ચોરી થઈ ન હોવાનું જણાઈ આવ્યું હતું અને મુખ્ય દરવાજા પર મારવામાં આવેલું તાળું પણ યથાવત જોવા મળતાં તે મહિલા વધુ મૂંઝાયા હતાં.
ત્યારપછી તેઓએ વધુ તપાસ કરતા તેમના પલંગ પર ચાદરમાં કોઈ વ્યકિતના સિમેન ના નિશાનો જોવા મળતાં. તેણી એ પોતાની ગેરહાજરીમાં અને બંધ રહેલા રહેણાંકમાં કોઈએ રંગરેલીયા મનાવ્યા હોવાનું અનુમાન લગાવ્યું હતું. ઉપરોકત બાબતે તે અધિકારીએ જામનગરના જિલ્લા પોલીસવડાને જાણ કરતાં આ મામલે ખાનગી રીતે તપાસ શરૂૂ કરવામાં આવી છે. એસ.પી.ની સુચનાથી તે તપાસ કાર્યવાહીમાં માત્ર બે અધિકારીને જોડવામાં આવ્યા છે અને તેઓને પણ મીડિયા કે અન્ય સાથે તે બાબતે વાત ન કરવા સુચના આપવામાં આવી છે. પરંતુ કોઈ રીતે આ બાબતની જાણકારી મીડિયા સુધી પહોંચી છે. આ કિસ્સામાં પોલીસે પાંચેક શખ્સોની શક નાં આધારે પૂછપરછ કરી છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણમાં કયો વળાંક આવે છે તે જોવાનું રહ્યું.
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
-
ગુજરાત19 hours ago
અંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ
-
ગુજરાત2 days ago
પાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજા
-
ક્રાઇમ2 days ago
પીઝાના 50 હજાર માટે કેટરર્સના ધંધાર્થીઓ વચ્ચે ધિંગાણું
-
ગુજરાત19 hours ago
દસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયો
-
ગુજરાત2 days ago
900 લારી-ગલ્લાવાળાઓને કોર્પોરેશન જગ્યા ફાળવશે
-
ગુજરાત18 hours ago
લોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ