Connect with us

ગુજરાત

વેલનાથપરાના વૃદ્ધના શંકાસ્પદ મોત મામલે હાઇકોર્ટનો પોલીસને ફેર તપાસનો આદેશ

Published

on

પોલીસ ગવરીદડેથી ઉઠાવી ગયા બાદ બેડી ચોક્ડી પાસે બેભાન હાલતમાં મળ્યા હતા


વેલનાથપરાના વૃદ્ધ અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરાના આક્ષેપિત કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઇકોર્ટે કુવાડવા પોલીસના પીઆઇને ન્યાયિક તપાસની સૂચના આપી છે.પોલીસ વાનમાં લઈ ગયા બાદ તા.12 એપ્રિલના રોજ અમરશીભાઈ બેડી ચોકડી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળ્યા હતા. તેમનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


મળતી વિગતો મુજબ,અગાઉ તા.2-5-2024ના રોજ આનંદ અમરશીભાઇ સીતાપરા (રહે. મોરબી રોડ, વેલનાથપરા શેરી નં.19)એ પોલીસ કમિશ્નરને અરજી કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે,તેમના પિતા ગવરીદડમાં સિકયુરીટી ની નોકરી કરે છે. તા.12-4ના રોજ સવારે 6.30 વાગ્યે તેઓ ઘરેથી નીકળી ગયા હતા.તે પછી તેના પિતાના ફોનમાંથી કોઇ અજાણ્યા વ્યકિતએ વાત કરેલ કે આ ફોનવાળી વ્યકિત બેડી ચોકડી પાસે બેભાન પડેલ છે.તેઓ સ્થળ પર પહોંચી તુરંત તેમના પિતાને રીક્ષામાં સિવિલ હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે તેઓએ અર્ધ બેભાન હાલતમાં જણાવ્યું હતું કે,મને પડખાના ભાગે બહુ દુ:ખે છે, મને ખુબ માર મારેલ છે. એટલું બોલી તે બેભાન થઇ ગયા અને સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું.


પછી પરિવારને જાણવા મળ્યું કે તા.12-4ના રોજ ગવરીદડમાં કથા-સપ્તાહનું આયોજન હતું.તેમાં અમરશીભાઈ સિકયુરીટી હતા.ત્યાં કોઇ માથાકૂટ થતા પીસીઆર વાનમાં આવેલી પોલીસ અમરશીભાઈને પીસીઆર વાનમાં બેસાડી લઇ ગઇ હતી.જે પછી તેઓ બેડી ચોકડીએથી અર્ધ બેભાન મળ્યા હતા.જેથી પોલીસે માર મારતા તેમનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો.આ અંગે પોલીસ કમિશ્નરે કોઇ એકશન ન લેતા આનંદભાઇએ વકીલ મારફત હાઇકોર્ટમાં અરજી કરી હતી.જેમાં કોર્ટે પોલીસ મથકના પીઆઇને સૂચના કરી હતી કે,આ ઘટનામાં સત્ય હકીકત તપાસવામાં આવે અને જો એફઆઇઆર થતી ન હોય તો કયા કારણોસર એફઆઇઆર થતી નથી તેના કારણો જણાવવામાં આવે.અત્રે ઉલ્લેખનીય છે કે,બે મહિના પહેલા યુવાનના નવાગામમાં હર્ષિલ નામના યુવાનના મોત મામલે કુવાડવા પોલીસે તટસ્થ તપાસ કરી હોત તો તેમના પરિવારે ન્યાય માટે ભટકવું પડત નહીં ત્યારે હવે લોકોને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.

ગુજરાત

ગુજરાતમાં ફરી મેઘો મંડાશે..આ જીલ્લામાં યેલો અલર્ટ સાથે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Published

on

By


ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 25-26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની અનુસારરાજ્યમાં આગામી 26 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના મોટાભાગ વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળોઓ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ને જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં 26 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. જો કે, આ પછી વરસાદી સિસ્ટમ બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અને ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી છે.

Continue Reading

ગુજરાત

સરસ્વતીનગરમાં એન્જિનિયરનો જંતુનાશક દવા પી લઈ આપઘાત

Published

on

By

પાંચ વર્ષથી માથાનો દુ:ખાવો થતા હતો, દવા કરી પણ ન મટતા પગલું ભરી લીધું

રાજકોટ શહેરમાં દિવસને દિવસે આર્થિક ભીંસ અને માનસિક બિમારી અને ત્રાસને કારણે આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરની સામે ફોર્ચ્યુન હોટલ નજીક સરસ્વતીનગર શેરી નં.18માં રહેતા સિવિલ એન્જીનિયરે પોતાના ઘરે જંતુનાશક દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. તેમને ગિરીરાજ હોસ્પિટલે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.


વધુ વિગતો મુજબ, ફોર્ચ્યુન હોટલની પાછળ આવેલા સરસ્વતીનગર શેરી નં.18માં રહેતા જીગ્નેશભાઈ સતિશભાઈ ઘેડીયા નામના 27 વર્ષના યુવાને પોતાના ઘરે ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી જતાં તેમને પરિવારજનોએ તુરંત ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબ ડો.દેવાંગ આંબલીયાએ જોઈ તપાસી જીગ્નેશને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. યુવાન બે ભાઈમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે તેમજ પોતે 150 ફુટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ નજીક ક્ધટ્રકશનની ઓફિસમાં સિવિલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતો હતો. તેમના નવેક મહિના પહેલા પત્ની સાથે અણબનાવ બનતા છુટછેડા થયા હતાં. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે મૃતક જીગ્નેશભાઈને છેલ્લા પાંચેક વર્ષથી માથાના દુ:ખાવાની બિમારી હતી તેની દવા કરાવ્યા છતાં પણ તેમને માથુ મટતું ન હોય જેથી આ પગલું ભરી લીધું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ઠાકર, કિરીટભાઈ રામાવત, ભગીરથસિંહ ખેર અને સ્ટાફે કાગળો કરી વધુ તપાસ શરૂ કરી હતી.

Continue Reading

ગુજરાત

ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

Published

on

By

હવે 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત


એસટી કર્મચારીઓને નવરાત્રી પહેલાં જ દિવાળી આવી ગઈ છે. સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર્યો છે. આમ એસટી કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે.આના લીધે હવે એસટી કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ ઉપરાંત હાલમાં ચૂકવાતા એરિયર્સ પણ ચૂકવી દેવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા એસટી કર્મચારીઓમાં જાહેરાતની સાથે આનંદ વ્યાપી ગયો છે.

આ પગારવધારો અને એરિયર્સ તેમની લાંબા સમયથી પડતર માંગોમાં ક હતી. તેઓ આ મુદ્દે અનેક વખત સરકાર સાથે બાખડી ચૂક્યા છે.એસટી કર્મચારોનો આ મુદ્દે સરકાર સાથે અનેક વખત વિવાદ પણ થયો છે. તેઓ આ અંગે અવારનવાર આંદોલનની ચીમકી પણ આપી ચૂક્યા છે. જો કે હવે સરકારના નિર્ણથી તેમને રાહત થઈ ગઈ છે.આ નિર્ણય થકી કુલ ₹125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને પ્રાપ્ત થશે. રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.


આ પહેલાં ગયા વર્ષે એસ.ટી. નિગમના કર્મચારીઓને નવરાત્રિ-દિવાળી પહેલા સાત ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરવામાં આવતા કર્મચારીઓમાં હર્ષ ફેલાઈ ગયો હતો. આ ઉપરાંત 19 માસનું મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ત્રણ હપ્તામાં ચુકવવા મંજૂરી આપી દેવામાં આવી હતી.


એસ.ટી.ના કર્મચારીઓને તા.1-7-2021થી મુળ પગારના 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હતું. જેથી રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની માફક તેમને પણ 38 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવા એસ.ટી. નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.


આ રજૂઆત ફળી હોય તેમ નિગમના કર્મચારી/અધિકારીઓને તા.1-1-2022થી અમલી બનતા મોંઘવારી ભથ્થાના 34 ટકા એ તા.1-7-2022થી અમલી બનતા મોંઘવારી ભથ્થાના 38 ટકાના સુધારેલ દરો ચુકવવા મંજૂરી અપાઈ છે.


સુધારેલા મોંઘવારી ભથ્થાના સાત ટકા (એટલે કે 38 ટકા)ની અસર સપ્ટેમ્બર-2023 પેઈડ ઈન ઓક્ટોબર-2023ના પગારમાં આપવા અને તફાવતના એરિયર્સની રકમ ચુકવવા માટે અલગથી સુચના આપવા આદેશ થયો છે.

Continue Reading
ગુજરાત6 hours ago

ગુજરાતમાં ફરી મેઘો મંડાશે..આ જીલ્લામાં યેલો અલર્ટ સાથે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

રાષ્ટ્રીય6 hours ago

શું તમે પણ દરરોજ મેકઅપ કરો છો તો ચેતજો !! થઈ શકે છે આ ગંભીર નુકસાન

આંતરરાષ્ટ્રીય6 hours ago

સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ઉજવ્યો જન્મદિવસ, જાણો કેવી રીતે તે નેવીમાંથી સ્પેસની દુનિયામાં આવી?

મનોરંજન7 hours ago

પ્રભાસની 500 કરોડની ફિલ્મમાં કરીના કપૂર-સૈફ અલી ખાનની એન્ટ્રી, 12 વર્ષ પછી સાથે આવશે આ કપલ

રાષ્ટ્રીય7 hours ago

તિરુપતિ લાડુનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, જાણો સમગ્ર મામલો

આંતરરાષ્ટ્રીય7 hours ago

ખાડી દેશો સામે એકલા હાથે લડનાર ઈઝરાયેલ હમાસ સામે ઝૂક્યું, યુદ્ધ ખતમ કરવાનો આપ્યો સંદેશો

રાષ્ટ્રીય7 hours ago

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયની મંજૂરી

આંતરરાષ્ટ્રીય7 hours ago

ભારતથી યુક્રેન હથિયાર મોકલાયાનો રિપોર્ટ કાલ્પનિક

રાષ્ટ્રીય8 hours ago

જો અમે ન હોત તો જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં હોત: ફારુક અબ્દુલ્લા

રાષ્ટ્રીય8 hours ago

નંદુરબારમાં ઇદના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો, તોડફોડ

રાષ્ટ્રીય14 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

રાષ્ટ્રીય2 days ago

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો, સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25600ને પાર

રાષ્ટ્રીય1 day ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત2 days ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ગુજરાત1 day ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

ક્રાઇમ1 day ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત10 hours ago

તરણેતરનાં લોકમેળામાં સંસ્કૃતિ ભૂલાઈ!!! મહિલા ડાન્સરોએ હિન્દી ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો

આંતરરાષ્ટ્રીય1 day ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

Sports1 day ago

અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા

આંતરરાષ્ટ્રીય1 day ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

Trending