દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ

શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા…

શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી

રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા વેપારીઓમાં ઉહાપોહ મચી ગયો છે.છાશવારે દાણાપીઠમાં આવેલી દુકાનોમાં ચોરી થાય છે.શનિવારે રાત્રે ચોરી કરવા આવેલા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તેના આધારે પોલીસે ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
દાણાપીઠમાં આ અગાઉ પણ અનેક વખત એકસાથે ઘણી દુકાનોમાં તસ્કરો ત્રાટકી ચૂક્યા છે. છાશવારે આ પ્રકારની ઘટનાઓ બાદ વેપારીઓ પોલીસ પેટ્રોલીંગ વધારવાની માગણી કરી છે. દાણાપીઠ અને તેની નજીકના વિસ્તારોમાં હોમગાર્ડના જવાનો તૈનાત રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ છતાં ગઇકાલે રાત્રે એકસાથે 8 દુકાનોમાં ત્રાટકી તસ્કરોએ પોલીસના પેટ્રોલીંગ અને પોઇન્ટની પોલ ખોલી નાખી છે.

સવારે ચોરી થયાની જાણ થતાં વેપારીઓમાં ફરીથી રોષ વ્યાપી ગયો હતો. જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ બંને તસ્કરોની ઓળખ મેળવવા તપાસ જારી રાખી છે.ગઇકાલે રાત્રે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લા મોઢે ત્રાટકેલા બે તસ્કરોએ આઠદુકાનોના શટરના નકૂચા તોડી નાખ્યા હતાં. જો કે તેમાંથી માત્ર બે દુકાનમાંથી મોબાઇલ ફોન અને રોકડ રકમ હાથ લાગ્યા હતાં. બાકીની દુકાનોમાંથી તસ્કરોને કોઈ મોટી મત્તા મળી ન હતી.

કાલાવડ રોડ પરની હરિહર સોસાયટી શેરી નં. પમાં રહેતા પ્રિતેશભાઈ મનહરભાઈ કક્કડ (ઉ.વ.44) ની દાણાપીઠ ચોકમાં પિતાંબરદાસ ભવાનભાઈ ગોળવાળા નામની દુકાન છે. જેમાં તે ડ્રાયફ્રુટનો વેપાર કરે છે. તે જ દુકાનમાં પાર્ટીશન રાખી તેના કાકાના પુત્ર પ્રશાંતભાઈ જયંતિભાઈ કક્કડ અનાજ-કરિયાણાનો વેપાર કરે છે. આ દુકાનનું શટર ઉંચકાવી બાદમાં આવતી લોખંડની જાળીનું તાળુ તોડી તસ્કરોએ ડ્રાયફૂટ વિભાગના કેશ કાઉન્ટર ઉપર રાખેલો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. જ્યારે બાજુની અનાજ-કરિયાણાની દુકાનના કેશ કાઉન્ટરના ડ્રોઅરમાંથી રૂૂા. 4500ની ચોરી કરી હતી. જે અંગે પ્રિતેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી. વેપારીઓ જણાવ્યું કે આ બંને દુકાનો ઉપરાંત હિરાચંદ ધનજી સુપર માર્કેટ, લક્ષ્મણ ટ્રેડીંગ, અંકુર એન્ટરપ્રાઈઝ, જગદીશ ટ્રેડીંગ, જયેન્દ્રકુમાર છોટાલાલ અને ગોકુલ ટ્રેડર્સ સહિતની પેઢીઓના શટર પણ તસ્કરોએ ઉંચકાવ્યા હતાં.
આ મામલે એડીવીઝન પોલીસના પીઆઈ બી.વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઈ રાણા અને સ્ટાફે તપાસ કરતા આરોપીઓનું છેલ્લુ લોકેશન રેલવે જંક્શન મળતુ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *